નવી દિલ્હીઃ શ્રદ્ધા મર્ડર કેસમાં સાકેત કોર્ટે આ કેસના આરોપી આફતાબ અમીનને વધુ ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. આ પહેલા પણ પોલીસે તેને બે વખત 5-5 દિવસના રિમાન્ડ મંજૂરી કરીને પોલીસને સોંપી દીધો હતો. જોકે, આ 10 દિવસમાં પણ પોલીસને (Delhi Police Shraddha Murder case) હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પોલીસને આફતાબના નાર્કો ટેસ્ટની પરવાનગી મળી ગઈ છે. સાથે જ તેણે કોર્ટ પાસે (Aaftab Poonawala Shraddha Murder case) પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પરવાનગી માંગી છે. પોલીસને આશા છે કે નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ દ્વારા તે કેટલાક પુરાવાઓ મેળવી શકશે, જે આફતાબને હત્યારો સાબિત કરવામાં મહત્વની કડી સાબિત થશે.
-
Aaftab admits in court to murdering Shraddha in "heat of the moment"
— ANI Digital (@ani_digital) November 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/y2CnGGMuHE#Shraddhamurdercase #AaftabPoonawala #Delhicourt #Delhimurder pic.twitter.com/ycvDa02U82
">Aaftab admits in court to murdering Shraddha in "heat of the moment"
— ANI Digital (@ani_digital) November 22, 2022
Read @ANI Story | https://t.co/y2CnGGMuHE#Shraddhamurdercase #AaftabPoonawala #Delhicourt #Delhimurder pic.twitter.com/ycvDa02U82Aaftab admits in court to murdering Shraddha in "heat of the moment"
— ANI Digital (@ani_digital) November 22, 2022
Read @ANI Story | https://t.co/y2CnGGMuHE#Shraddhamurdercase #AaftabPoonawala #Delhicourt #Delhimurder pic.twitter.com/ycvDa02U82
વીડિયો કોન્ફરન્સથી રજૂઃ આફતાબને સવારે 10:00 વાગ્યે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, સાકેતની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે ચાર દિવસના વધારાના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તે જ સમયે, આફતાબ વતી હાજર રહેલા લીગલ એઇડ કાઉન્સેલે પોલીસ રિમાન્ડનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે પોલીસ મંગળવારે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવી શકે છે.
ચાર સિમ બદલ્યાઃ આ કિસ્સામાં, પોલીસને આફતાબ દ્વારા ઉલ્લેખિત કેટલીક જગ્યાએથી મૃતદેહના અવશેષો સિવાય અન્ય કોઈ પુરાવા મળ્યા નથી. મળતી માહિતી મુજબ, મે મહિનામાં શ્રદ્ધાની હત્યા થઈ ત્યારથી આફતાબે કુલ 4 સિમ બદલ્યા છે. તે જે સિમનો ઉપયોગ કરતો હતો તે સિવાય તેણે તે મોબાઈલ ફોનમાં અન્ય ત્રણ સિમનો પણ ઉપયોગ કર્યો હતો. જોકે આરોપીએ તેના ફોન અને લેપટોપનો ડેટા ઘણી વખત ડીલીટ કર્યો છે. આમ છતાં દિલ્હી પોલીસ કેટલાક ડેટા રિકવર કરવામાં સફળ રહી છે. આ ડેટાથી પોલીસને આ હત્યા કેસમાં થોડી મદદ મળી શકે તેવી આશા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, મૃતદેહના ટુકડાને છુપાવવા કે ફેંકવા માટે એક મેપ તૈયાર કર્યો હતો. એના બાથરૂમમાંથી લોહીના ડાઘ મળી આવ્યા હતા.