- બોમ્બે હાઈકોર્ટમાં અદાર પૂનાવાલાની સિક્યોરિટી માટે અરજી દાખલ
- અરજીમાં અદાર પૂનાવાલાને પરિવાર સહિત ઝેડ પ્લસ સિક્યોરિટી આપવા માગ
- હાલમાં અદાર પૂનાવાલા પરિવાર સાથે લંડન જતા રહ્યા છે
મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં વેક્સિન બનાવતી કંપનીના CEO અદાર પૂનાવાલા અને તેમના પરિવાર માટે ઝેડ પ્લસ સિક્યોરિટીની માગ કરવામાં આવી છે. દેશમાં કોરોનાની વેક્સિનની માગ વધતા તેમને ધમકીઓ મળતી હતી, જેના કારણે અદાર પૂનાવાલા પરિવાર સાથે કેટલાક દિવસ માટે લંડન જતા રહ્યા છે.
આ પણ વાંચોઃ ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ UKમાં 24 મિલિયન ડોલરનું કરશે રોકાણ
વેક્સિન અંગે ધમકી મળતી હતીઃ પૂનાવાલા
એક સમાચારપત્રને આપેલા ઈન્ટરવ્યૂમાં અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, ભારતમાં તેમને વેક્સિન અંગે ધમકી મળતી હતી. આ ઉપરાંત કોરોનાની વેક્સિનની માગ અંગેના દબાણના કારણે અમે દેશ છોડીને લંડન આવતા રહ્યા છીએ.
આ પણ વાંચોઃ યોગી આદિત્યનાથને ડાયલ 112 પર મારી નાખવાની ધમકી મળી
પૂનાવાલા ધમકી આપનારાનો નંબર આપશે તો અમે તપાસ કરાવીશુંઃ ગૃહરાજ્યપ્રધાન
પૂણેમાં આવેલી અદાર પૂનાવાલાની કંપની ઓક્સફર્ડ-એસ્ટ્રેજેનેકાની કોરોના વેક્સિનનું દેશમાં ઉત્પાદન કરી રહી છે. મહારાષ્ટ્રના ગૃહરાજ્યપ્રધાન શંભુરાજે દેસાઈએ જણાવ્યું હતું કે, પૂનાવાલાએ ફરિયાદ નોંધાવી ધમકી અંગેની વિગત આપવી જોઈએ. આ સાથે જ તેમણે જે નંબર પરથી ધમકી મળી હતી. તે નંબર પણ આપવો જોઈએ. અમે તેની ઉંડાણપૂર્વક તપાસ કરાવીશું.