ETV Bharat / bharat

ગૌતમ અદાણી બનશે સૌથી નફાકારક સિમેન્ટ ઉત્પાદક

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેમનું ગ્રુપ (Gautam Adani statement on ambuja cements) સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા બમણી કરવાની અને દેશમાં સૌથી નફાકારક ઉત્પાદક બનવાની યોજના ધરાવે છે.

ગૌતમ અદાણી બનશે સૌથી નફાકારક સિમેન્ટ ઉત્પાદક
ગૌતમ અદાણી બનશે સૌથી નફાકારક સિમેન્ટ ઉત્પાદક
author img

By

Published : Sep 19, 2022, 2:09 PM IST

નવી દિલ્હી: અંબુજા સિમેન્ટ અને ACCનું સંપાદન (Associated Cement Companies) 6.5 બિલિયન અમેરિકી ડોલરમાં પૂર્ણ કર્યાના થોડા દિવસો પછી અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ (Gautam Adani statement on ambuja cements) જણાવ્યું હતું કે, તેમનું ગ્રુપ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાને બમણી કરવાની અને દેશમાં સૌથી વધુ નફાકારક ઉત્પાદક બનવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે, વધારે આર્થિક વિકાસ અને સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાને કારણે ભારતમાં સિમેન્ટની માંગ અનેક ગણી વધશે.

દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક: આ કારણે માર્જિનમાં પણ નોંધપાત્ર વધારો થશે. અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેને 17 સપ્ટેમ્બરે એક્વિઝિશન પૂર્ણ થવા પર એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તેમનું ગ્રુપ એક જ વારમાં દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક બની ગયું છે. અદાણી ગ્રૂપે ગયા અઠવાડિયે બે કંપનીઓમાં (Associated Cement Companies) હોલ્સિમનો હિસ્સો ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ સોદો ચાર મહિનામાં પૂરો થયો.

સિમેન્ટનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ: તેમણે તેમના ભાષણમાં કહ્યું કે, આ વ્યવસાયમાં અમારો પ્રવેશ એવા સમયે થયો છે જ્યારે ભારત આધુનિક વિશ્વમાં સૌથી મોટી આર્થિક વૃદ્ધિ માટે તૈયાર છે. સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશવાના કારણો આપતાં અદાણીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં સિમેન્ટનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ (Second largest producer of cement in the world) છે, પરંતુ તેનો માથાદીઠ વપરાશ ચીનના 1,600 કિલોગ્રામની સરખામણીએ માત્ર 250 કિલોગ્રામ છે. તેમણે કહ્યું કે, ભારતમાં સિમેન્ટના વપરાશમાં ભારે વધારો થવાની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.