ETV Bharat / bharat

Adani Case in SC : અદાણી મામલે સુપ્રીમ કોર્ટ તપાસ કમિટીની કરશે રચના

અદાણી કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ગત સુનાવણીમાં કોર્ટે સુચનો માંગ્યા હતા જેનો કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં જવાબ રજૂ કર્યો હતો. કોર્ટે તેને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. સીજેઆઈએ કહ્યુ હતુ કે અમે કમિટી બનાવીશુ અને ત્યારબાદ મોનિટરિંગનું કામ કરાશે. આ કામ હાલમાં વર્તમાન જજોને સોંપવામાં નહીં આવે.

અદાણી મામલે સુપ્રીમ કોર્ટ તપાસ કમિટીની કરશે રચના

author img

By

Published : Feb 17, 2023, 6:02 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં અદાણી કેસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં જવાબ રજૂ કર્યો હતો. જેન કોર્ટે સ્વીકાર્યો ન હતો. અદાણી મામલે સુપ્રીમ કોર્ટ તપાસ કમિટીની રચના કરશે. અદાણી ગ્રુપના શેર સતત ઘટવાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. જેને લઈને તપાસ હાથ ધરાશે.

પારદર્શિતાની વિરુદ્ધ: આ મામલે કેન્દ્ર સરકારે સીલબંધ પરબિડીયામાં કેટલાક સૂચનો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તમારા આ સીલબંધ સૂચનને સ્વીકારી શકીએ નહીં. કોર્ટે કહ્યું કે આમાં છુપાવવા જેવું શું છે, અમે સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ. કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી શેરબજારમાં રોકાણકારોના હિતમાં વધુ સારા નિયમો કેવી રીતે બનાવી શકાય તે અંગે અભિપ્રાય માંગ્યો હતો.

તપાસ કમિટીની કરાશે રચના: સીજેઆઈએ કહ્યુ હતુ કે, અમે કમિટી બનાવીશુ અને ત્યારબાદ મોનિટરિંગનું કામ કરાશે. આ કામ વર્તમાન જજોને સોંપશે નહિ. અદાણી કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કરી હતી. સમિતિમાં સીટિંગ જજને સામેલ કરી શકાય કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે વ્યવહારિક રીતે શક્ય નથી.

Ajay Makan On Adani : અદાણી જેવી કંપનીને એરપોર્ટ અને બંદરોનું નિયંત્રણ આપવું દેશ માટે ખતરો - અજય માકન

બે અરજીઓ અંગે સુનાવણી: તમને જણાવી દઈએ કે અરજીમાં સીટીંગ જજની દેખરેખમાં તપાસ કરવાની વિનંતી કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ પી.એસ. નરસિંહની ખંડપીઠમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજી દાખલ કરતી વખતે કોંગ્રેસના નેતા જયા ઠાકુરે કોર્ટને અપીલ કરી હતી કે આ મામલાની વહેલી તકે સુનાવણી કરવામાં આવે. આ અંગે બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

Adani Group Investors: અદાણી સમૂહના રોકાણકારોના 20 દિવસમાં 75 ટકા રોકાણકારોના નાણાં ડૂબ્યા

રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૂર: અગાઉ 10 ફેબ્રુઆરીએ કોર્ટે કહ્યું હતું કે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. કોર્ટે કહ્યું કે અદાણી ગ્રુપના શેરમાં થયેલા ઘટાડાથી પાઠ શીખવાની જરૂર છે. કોર્ટે એમ પણ કહ્યું કે બજારની અસ્થિરતા યોગ્ય છે, પરંતુ રોકાણકારોને એકલા છોડી શકાય નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.