ETV Bharat / bharat

પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની ધરપકડ, મારામારીનો આરોપ, અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ - બાન્દ્રા પોલીસ

મુંબઈ પોલીસે (Mumbai Police) અભિનેત્રી પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેને (Sam Bombay) પત્ની સાથે મારામારી કરવાના આરોપમાં તેની ધરપકડ કરી છે. અભિનેત્રીની ફરિયાદ પર પોલીસે આ કાર્યવાહી કરી હતી. તો પૂનમ પાંડેને (Poonam Pandey) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની ધરપકડ, મારામારીનો આરોપ, અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

author img

By

Published : Nov 9, 2021, 9:23 AM IST

  • મુંબઈ પોલીસે અભિનેત્રી પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની ધરપકડ કરી
  • સેમ બોમ્બે પર પત્ની સાથે મારામારી કરવાના આરોપમાં ધરપકડ કરાઈ
  • અભિનેત્રી પૂનમ પાંડેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

મુંબઈઃ મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ (Model-actress Poonam Pandey) ફરી એક વાર પતિ સેમ બોમ્બે પર મારામારીનો આરોપ લગાવ્યો છે અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ મુંબઈ પોલીસે સેમ બોમ્બેની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે (Mumbai Police) સોમવારે સેમ બોમ્બેની (Sam Bombay) ધરપકડ કરી હોવાની જાણકારી આપી હતી.

સેમ બોમ્બેની મુંબઈમાંથી ધરપકડ થઈ

પોલીસે જણાવ્યું હતું કે, અભિનેત્રીની ફરિયાદ પછી સેમ બોમ્બેની રવિવારે મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પૂનમ પાંડેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં પૂનમે જણાવ્યું હતું કે, અભિનેત્રીનો પતિ સેમ સાથે પહેલી પત્નીને લઈને વિવાદ થયો હતો. તે દરમિયાન સેમે તેની સાથે મારામારી કરી હતી. તો પોલીસના મતે પૂનમ પાંડેને (Poonam Pandey) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેના ચહેરા પર ઈજા પહોંચી છે. બાન્દ્રા પોલીસ (Bandra Police) આ મામલાની તપાસ કરી રહી છે.

લગ્નના થોડા દિવસ પછી જ બંનેના સંબંધમાં તિરાડ પડી ગઈ હતી

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી પૂનમ પાંડેએ 2 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા પછી ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાના બોયફ્રેન્ડ સેમ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના કેટલાક દિવસ પછી જ બંનેના સંબંધમાં તિરાડ પડી ગઈ હતી. પૂનમ પાંડેએ ગયા વર્ષે પણ પતિ સેમ પર મારામારીનો આરોપ લગાવ્યો હતો અને ગોવામાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગોવા પોલીસે સેમની ધરપકડ કરી હતી. જોકે, તે જામીન પર છૂટી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.