થાણે: મહારાષ્ટ્રની એક કોર્ટે આજે રવિવારે મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને(Marathi actress Ketki Chital) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર વિશે સોશિયલ મીડિયા પર કથિત રીતે વાંધાજનક પોસ્ટ(Offensive remarks on Sharad Pawar) શેર કરવા બદલ 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે.
18 મે સુધી કસ્ટડીમાં - અધિકારીએ જણાવ્યું હતું કે, ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી, 29 વર્ષીય ચિતાલેએ તેના ફેસબુક પેજ પર કથિત રીતે એક પોસ્ટ શેર કરી હતી, જેના માટે થાણે પોલીસે શનિવારે તેની ધરપકડ કરી હતી. અભિનેત્રીને રવિવારે જસ્ટિસ વી.વી રાવની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચે ચિતલેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ તેને 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી.
કેતકીએ કરી હતી વાંધાજનક પોસ્ટ - કોર્ટમાં ચિતલેએ કહ્યું હતું કે, તે પોતે આ મામલે પોતાનો પક્ષ રજૂ કરશે. અભિનેત્રીએ કહ્યું કે મેં જે પોસ્ટ કર્યું છે તે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક ભાગ છે. જ્યારે ચિતલેની ધરપકડ કરીને કોર્ટમાં લાવવામાં આવી, ત્યારે NCPની મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધમાં શેરીઓમાં ઈંડા ફેંકવાનું શરૂ કર્યું હતું. જો કે કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચિતલે અને ફાર્મસીના 23 વર્ષીય વિદ્યાર્થી નિખિલ ભામરેની શનિવારે પવાર વિશે વાંધાજનક પોસ્ટ શેર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.