- તમિલ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ખુશ્બૂ સુંદરને નડ્યો અકસ્માત
- કારમાં એક ટેન્કર ઘુસી જતા સર્જાયો અકસ્માત
- કારનો કચ્ચરઘાણ નીકળ્યો
- સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
ચેન્નઈ: તમિલ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ખુશ્બૂ સુંદરને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટના બુધવારે સવારે મદુરન્થકમ ચેંગલપેટ જિલ્લા પાસે બની હતી. મળતી માહિતી અનુસાર, જે કારમાં ખુશ્બૂ સવાર હતા તે કારને પૂર ઝડપે આવી રહેલા ટેન્કરે ટક્કર મારી હતી.

આ ઘટનાને પગલે ખુશબૂએ કર્યુ ટ્વિટ
ખુશ્બૂએ ટ્વિટ કરીને કહ્યું કે, મલ્લામારુવથુરની પાસે દુર્ઘટના સર્જાતા બચી હતી. તમારા તમામના આર્શીવાદ અને ભગવાનની કૃપાથી હું સુરક્ષિત છું. યાત્રામાં ભાગ લેવા માટે કુડ્ડાલોર તરફ મારી યાત્રા શરું રહશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ભગવાન મુરૂગને મને બચાવી. મારા પતિનો તેમના પર વિશ્વાસ છે.