- આરોપીએ સાસુ અને સાળીની કરી હત્યા
- બે અલગ-અલગ ઘટનાસ્થળોએ પોલીસ હાજર
- પોતાના જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી જીવન ટૂંકાવ્યું
નાગપુર(મહારાષ્ટ્ર): પાચપાવલી વિસ્તારમાં પત્ની, પુત્ર, પુત્રી, સાસુ અને સાળીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સાસરિયામાં સાસુ અને સાળીની હત્યા કર્યા બાદ આરોપીએ તેના ઘરે આવીને પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો:લક્ષ્મીપુરામાં દુષ્કર્મ બાદ આત્મહત્યાના કેસમાં પોલીસે 2 આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું
પોલીસે તપાસ હાથ ઘરી
મહારાષ્ટ્રના નાગપુરમાં બનેલી આ ઘટનાનું કારણ હજી બહાર આવી શક્યુ નથી. બે અલગ અલગ ઘટનાસ્થળોએ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
