- ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લા (Moradabad district in Uttar Pradesh)ના થાના પાકબડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત
- લખનઉ હાઈવે પર પીકઅપ વાન અને ડબલ ડેક્કર બસ (Double decker bus and pickup van) વચ્ચેે ગમખ્વાર અકસ્માત (Accident)
- અકસ્માત (Accident)માં 6 લોકોના મોત થયા, જ્યારે 24થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત (Tourists injured) થયા
મુરાદાબાદઃ ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લા (Moradabad district in Uttar Pradesh)ના થાના પાકબડા વિસ્તારમાં આવેલા લખનઉ હાઈવે (Lucknow Highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ડબલ ડેક્કર બસ અને પીકઅપ વાન (Double decker bus and pickup van) વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 24થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત (Tourists injured) થયા હતા.
આ પણ વાંચોઃ વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ હાઈવે નજીક અકસ્માત, બંન્ને વાહનચાલકનું ઘટના સ્થળે મૃત્યું
પીકઅપ વાનના ડ્રાઈવરે વાનને ધીમી કરી કે તરત જ ડબલ ડેક્કર બસે વાનને ટક્કર મારી
ઈજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ (District Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. ખાનગી બસ પંજાબથી પિલીભીત (Pilibhit from Punjab) જઈ રહી હતી. તે દરમિયાન બસની આગળ ચાલી રહેલી પીકઅપ વાનથી બસની ટક્કર થતા બસ હાઈવે પર પલટી ગઈ હતી. સવારે 5 વાગ્યે ડગ્ગામાર વાહનોનું ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું રહ્યું હતું. તે સમયે જ પકબાડા તરફથી આવી રહેલી પીકઅપે પોલીસને હાથ આપ્યો હતો. જે રીતે પીકઅપના ડ્રાઈવરે પીકઅપની સ્પીડને ધીમી કરી કે તરત જ પૂરઝડપે પાછળથી આવતી ડબલ ડેક્કર બસે પીકઅપ વાનને ટક્કર મારી દીધી હતી. પીકઅપ દૂર જઈને પલટી ખાઈ ગઈ હતી. આ સાથે જ ડબલ ડેક્કર બસ પણ બેકાબૂ થઈ પલટી ગઈ હતી.
આ પણ વાંચોઃ Road Accident In Agara : ટોલ પ્લાઝા પર દર્દનાક અકસ્માત, 4ના મોત, 2 ઇજાગ્રસ્ત
ટ્રાફિક પોલીસ પર વસૂલીનો આક્ષેપ
સ્થાનિક લોકોનું કહેવું છે કે, ટ્રાફિક પોલીસવાળા સવારે સવારે આવીને ચેકિંગના નામે વસૂલી કરે છે. આના કારણે અવારનવાર આવા અકસ્માત સર્જાય છે. આ તેનું જ પરિણામ છે કે, આટલો મોટો અકસ્માત થયો. તો બીજી તરફ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ વરિષ્ઠ અધિકારીઓને પીડિતોને તમામ પ્રકારની મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે.