- રાજસ્થાનના જોલોર જિલ્લમાં સર્જાયો અકસ્માત
- ગુજરાતના 3 લોકોના મોત, 2 લોકો ઈજોગ્રસ્ત
- કુતરુ વચ્ચે આવતા સર્જાયો હતો અકસ્માત
જાલોરઃ શનિવારે સવારે જિલ્લા મુખ્યાલયથી ભીનમાલ તરફ જતા માર્ગ ઉપર બાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેકો એરિયા ત્રીજા ફેસ સ્થિત મોહનજીના પ્યાવ નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં ગુજરાતના બનાસકાંઠાના ત્રણ રહીશોનું મોત નીપજ્યું હતું, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને સારવાર માટે ગુજરાત રિફર કર્યા છે.
ત્રણેય મૃતકો ડીસાના રહેવાસી હતા
જલોર સી.ઓ. જયદેવ સિયાગે જણાવ્યું કે, શનિવારે સવારે જિલ્લાના બગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પજેરો વાહન સાથે દુર્ઘટના થઈ હતી. જેના કારણે તેમા સવાર 6 માંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. ત્યારે અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને જલોરની રાજ્યની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકોની ગંભીર હાલતને કારણે ગુજરાત રિફર કરાયા હતા. ડીસાના રહેવાસી ભરત કોઠારી, રાકેશ ધારીવાલ અને વિમલ બથરાનું મોત નીપજ્યું હતું.
કુતરુ વચ્ચે આવતા સર્જાયો અકસ્માત
બનાસકાંઠા, ગુજરાતના 6 લોકો પઝેરો વાહનમાં જલોર નજીક માંડવલા જઈ રહ્યા હતા. ગાડી સામે કૂતરુ આવવાથી કાબુ ગુમાવ્યો હતો અને દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે વાહન પલટી ખાઇ ગયું હતું.
મૃતક ભરત ભાઈને વડાપ્રધાન મોદીના હસ્તે સન્માનિત કરી ચૂકયા છે
વડાપ્રધાન મોદીએ મૃતક ભરત ભાઈનું સન્માન કર્યું છે, મૃતકના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરત ભાઈને ગુજરાતમાં જીવદયા પ્રેમી તરીકે સન્માનિત કર્યા છે. ભરત ભાઈ ગુજરાતમાં ગૌશાળા ચલાવે છે.