- હરિયાણાના પંચકૂલામાં 3 કરોડ છોડવા રોપવામાં આવશે
- 2,200 ગામની પંસદગી
- વૃક્ષારોપણની કરવામાં આવશે ખાસ તપાસ
પંચકૂલા : દર વર્ષે કરોડો છોડવા રોપવામાં આવે છે કે નહીં તેવા તમામ સવાલના જવાબ આપવા માટે હરિયાણાના વન વિભાગ નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે. જેના હેઠળ સીઝનમાં છોડવાએને જીઓ ટૈગિંગ કરવામાં આવશે અને સાથે ડ્રોનથી વીડીયો બનાવવામાં આવશે.
વૃક્ષા રોપણમાં કોઈ ગડબડી ન થાય તે માટે યોજના
આ યોજનાને કારણે વન વિભાગના એવા કેટલાક કર્મચારી વૃક્ષારોપણમાં ગડબડી નહીં કરી શકે, ખરેખર વૃક્ષારોપણ કરવામાં આવતું હતું ત્યારે તેની તપાસ કરવામાં આવતી હતી ત્યારે તેમાં ખબર પડતી હતી કે કેટલીય જગ્યાએ છોડવા લગાવવામાં જ નથી આવ્યા.
આ પણ વાંચો : વિશ્વ વન દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચમાં વૃક્ષારોપણ કરાયું
3 કરોડ છોડવા રોપવાનું લક્ષ્ય
હરિયાણા PCCF વી.એસ. તંવરના મુજબ વન વિભાગના અધિકારીઓએ આના પર પોતાની યોજના તૈયાર કરી લીધી છે. તેમણે કહ્યું કે જીઓ ટૈગિંગને કારણે છોડવાઓને ગણી શકાશે અને આ વર્ષે ચોમાસામાં 3 કરોડ છોડ લગાવવાનું લક્ષ્ય છે, જ્યારે પાછલા વર્ષે 3 કરોડથી ઓછા છોડ લગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અંકલેશ્વરનું રેલવે સ્ટેશન બનશે હરિયાળું
2,200 ગામની પંસદગી
પ્રદેશમાં ગયા વર્ષે 1,100 ગામોની છોડ રોપવા માટે પંસદગી કરવામાં આવી હતી પણ આ વર્ષે 2,200 ગામની પંસદગી કરવામાં આવી છે જ્યા છોડવા લગાવવામાં આવશે. PCCF વી.એસ. તંવરે કહ્યું કે વન વિભાગ તરફથી વાવેતર અને જલશક્તિ અભિયાન હેઠળ છોડવાઓ મફ્ત આપવામાં આવશે. તેમણે કહ્યું કે જુલાઈના પહેલા અઠવાડિયે આ કાર્યક્રમ શરૂ થશે.