ETV Bharat / bharat

કોલસા કૌભાંડ મામલોઃ અભિષેક બેનર્જીની પત્ની CBI સમક્ષ મંગળવારે હાજર થઈ શકે - CBI

અભિષેક બેનર્જીની પત્નીએ 23 ફેબ્રુઆરીએ સીબીઆઈ સામક્ષ હાજર થવાની ઘોષણા કરી છે. રૂજીરાએ કહ્યું કે, તેઓ મંગળવારે સવારે 11 થી 3 વચ્ચે સીબીઆઈના સવાલોના જવાબો આપવા માટે હાજર થશે.

અભિષેક બેનર્જીની પત્ની CBI સમક્ષ મંગળવારે હાજર થઈ શકે

author img

By

Published : Feb 22, 2021, 4:33 PM IST

  • કોલસા કૌભાંડને લઈ CBIની ટીમે અભિષેકની સાળી સાથે પૂછપરછ કરી
  • અભિષેક બેનર્જીની પત્નીએ મંગળવારે CBI સમક્ષ હાજર થવાની કરી હતી જાહેરાત
  • CBIની ટીમે અભિષેક બેનર્જીની પત્ની અને તેની સાળીને નોટીસ આપી હતી

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યપ્રધાન મમતા બેનર્જીના પરિવાર પર સીબીઆઈની કાર્યવાહીને લઈ રાજકારણ ગરમાયું છે. સીબીઆઈએ મમતાના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી, તેમની પત્ની રૂજીરા અને સાળી મેનકા ગંભીર સાથે પણ કાર્યવાહી કરી છે. કોલસા કૌભાંડને લઈ સીબીઆઈ સોમવારે અભિષેકની સાળી સાથે પૂછપરછ કરી છે.

CBI એ મેનકાના નિવાસસ્થાન પર ત્રણ કલાકથી વધુ સમય માટે પૂછપરછ કરી

કોલસા ચોરીના કેસમાં સીબીઆઈની ટીમે સોમવારે ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીની સાળી મેનકા ગંભીરની પૂછપરછ કરી હતી. સીબીઆઈ અધિકારીઓએ મેનકાને તેના નિવાસસ્થાન પર ત્રણ કલાકથી વધુ સમય માટે પૂછપરછ કરી હતી. અભિષેક બેનર્જીની પત્ની 23 ફેબ્રુઆરીએ સીબીઆઈ સામક્ષ હાજર થવાની ઘોષણા કરી છે. રૂજીરાએ કહ્યું કે, તેઓ મંગલવારે સવારે 11 થી 3 વચ્ચે સીબીઆઈના સવાલોના જવાબો આપવા માટે હાજર થશે.

મેનકા પર પણ કોલસા કૌભાંડમાં સામિલ હોવાનો આરોપ

અભિષેક બેનર્જીની સાળી મેનકા ગંભીરના ઘરે સીબીઆઈ પૂછતાછ કરી છે. મેનકા પર પણ કોસલા કૌભાંડમાં સામિલ હોવાનો આરોપ છે. આ પહેલા અભિષેકની પત્ની રૂજીરાએ સીબીઆઈ પાસે 24 કલાકનો સમય માગ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સીબીઆઇની એક ટીમે રવિવારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના કોલકાતા સ્થિત ઘરે પહોંચી હતી. એજન્સીએ ત્યા તેની પત્નીને નોટીસ આપ્યા બાદ તેની સાળી મેનકા ગંભીરને પણ નોટીસ આપી હતી અને સોમવારે તપાસમાં સામીલ થવા કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.