ETV Bharat / bharat

AAP On Women Reservation Bill : AAPએ સંસદમાં રજૂ કરેલા મહિલા અનામત બિલ સામે ઉઠાવ્યો વાંધો, બિલને 'મહિલા બેવકૂફ બનાવો બિલ' ગણાવ્યું - मंत्री आतिशी

મંગળવારે નવી સંસદની લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. અનેક રાજકીય પક્ષોએ આનું સ્વાગત કર્યું છે. સાથે જ આમ આદમી પાર્ટીએ આના પર વાંધો વ્યક્ત કર્યો છે. વાંચો પક્ષનું શું કહેવું છે...

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 7:23 PM IST

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલ મહિલા અનામત બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો. રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે, તેઓ મહિલા અનામત લાવશે, પરંતુ તારીખ જણાવશે નહીં. સંસદમાં રજૂ કરાયેલા બિલમાં ઉલ્લેખિત શરતોને કારણે 2024ની સામાન્ય ચૂંટણીમાં મહિલા અનામત નહીં હોય.

'આપ'એ મહિલા અનામત બિલનો વિરોધ કર્યો : AAPએ માંગણી કરી છે કે, મહિલા અનામતને કોઈપણ વિલંબ કર્યા વિના તાત્કાલિક લાગુ કરવામાં આવે. રાઘવે કહ્યું છે કે, મહિલા આરક્ષણ બિલના ક્લોઝ 5 મુજબ સીમાંકન અને નવી વસ્તી ગણતરી પછી જ અનામત લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે મહિલા અનામત નહીં હોય. દેશ અને મહિલાઓએ મહિલા અનામત માટે નવી વસ્તી ગણતરી અને સીમાંકનની રાહ જોવી પડશે.

  • महिला आरक्षण लाएंगे पर तारीख नहीं बताएंगे....

    As per Clause 5 of the #WomenReservationBill, the reservation will kick in only AFTER a delimitation exercise and a fresh census - post the Constitution (One Hundred and Twenty Eighth Amendment) Act, 2023.

    Does this imply:

    1⃣ No… pic.twitter.com/B7diAtif9n

    — Raghav Chadha (@raghav_chadha) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બિલ 2024ની ચૂંટણીમાં જ લાગુ થવું જોઈએ : પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે, અમે મહિલા અનામત બિલનું સ્વાગત કરીએ છીએ, પરંતુ ભાજપે આ બિલને 2024ની લોકસભા ચૂંટણીથી જ લાગુ કરવું જોઈએ. બિલની જોગવાઈઓ અનુસાર, આ મહિલા અનામત બિલ 2028 સુધી લાગુ કરવામાં આવશે. ભાજપ સરકાર મહિલા અનામત બિલ નથી લાવી રહી, મહિલાઓને મૂર્ખ બનાવવાનું બિલ લાવી રહી છે. આમ આદમી પાર્ટીની માંગ છે કે જો મહિલા અનામત બિલ લાગુ કરવું હોય તો તેને 2024ની લોકસભા ચૂંટણીથી જ લાગુ કરવામાં આવે. આ માટે જરૂરી સુધારા કરવા જોઈએ. આમાં આમ આદમી પાર્ટી સહકાર આપશે.

સરકાર પર આકરા પ્રહારો કર્યા : તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી બ્રિજ ભૂષણની જ પાર્ટી છે. આ એક મહિલા વિરોધી પાર્ટી છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને મત માંગવા જવું પડે છે, તેથી મહિલાઓને મૂર્ખ બનાવવામાં આવી રહી છે પરંતુ દેશની મહિલાઓ લોટ, દાળ અને ટામેટાંની કિંમત જાણે છે. અમે વડાપ્રધાન પાસેથી માંગ કરીએ છીએ કે સંસદમાં રજૂ કરવામાં આવી રહેલા આ બિલમાં સુધારો કરવામાં આવે. વસ્તી ગણતરીની સીમાંકન માટે રાહ જોવી જોઈએ નહીં. આમ આદમી પાર્ટીની માંગ છે કે મહિલા અનામત બિલને 2024ની ચૂંટણીથી લાગુ કરવામાં આવે.

સૌ પ્રથમ આ સરકારમાં બિલ પર ચર્ચા થઇ હતી : મહિલા અનામતને લઈને સૌથી મોટો નિર્ણય રાજીવ ગાંધી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 1989 માં, તેમણે પંચાયતી રાજ અને તમામ નગરપાલિકાઓમાં એક તૃતીયાંશ અનામત પ્રદાન કરવા માટે બંધારણીય સુધારો બિલ રજૂ કર્યું. જોકે, તે બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્યું ન હતું.

  1. Women Reservation Bill : સંસદમાં મહિલા અનામત બિલની શરુઆતથી અંત સુધીની સફર, જુઓ આ અહેવાલમાં...
  2. Women Reservation Bill : લાંબા સમયથી અટવાયેલા મહિલા અનામત બિલના વિરોધી કોણ છે અને શા માટે, જાણો આ અહેવાલમાં...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.