નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને (cricketer Harbhajan Singh) પંજાબથી દ્વિવાર્ષિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. રાજ્યસભામાં સાંસદોની સંખ્યા વધારવાની પ્રબળ સંભાવનાને જોતા આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં રાજ્યસભાની બેઠકો માટે નામોની જાહેરાત (Harbhajan Singh to Rajya Sabha) કરી શકે છે. પંજાબમાં નવી ચૂંટાયેલી AAP સરકાર સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ હરભજન સિંહને સોંપી શકે છે.
આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFને મોટી સફળતા, 40 સોનાના બિસ્કિટ કર્યા જપ્ત
હરભજન સિંહે ભગવંત માનને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા: મુખ્યપ્રધાન ભગવંત માને જલંધરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવાનું વચન આપ્યું છે. AAPની જીત બાદ તરત જ હરભજન સિંહે ભગવંત માનને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા. ભજ્જીના નામથી પ્રખ્યાત હરભજને કહ્યું હતું કે, “આમ આદમી પાર્ટી અને મારા મિત્ર ભગવંત માનને પંજાબના નવા મુખ્યપ્રધાન બનવા પર અભિનંદન. તેમણે ચંદીગઢમાં શપથ ન લેવાના નિર્ણય પર કહ્યું હતું કે, એ સાંભળીને ખૂબ સારું લાગ્યું કે, ભગવંત માન શહીદ-એ-આઝમ ભગત સિંહના ગામ ખટકરકલાંમાં નવા સીએમ તરીકે શપથ લેશે.
પંજાબમાં AAPની આ પહેલી જીત: ખટકડલાન ગામમાં પંજાબના મુખ્યપ્રધાનના શપથ સંદર્ભે હરભજને કહ્યું, શું તસવીર છે, માતા માટે આ એક ગર્વની ક્ષણ છે. તેઓએ લખ્યું. પંજાબમાં AAPની આ પહેલી જીત છે.પંજાબની 117 વિધાનસભા સીટમાંથી 92 પર જીત થઈ હતી. પંજાબમાં રાજ્યસભાની પાંચ બેઠકો આવતા મહિને ખાલી થશે.
આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFને મોટી સફળતા, 40 સોનાના બિસ્કિટ કર્યા જપ્ત
ચૂંટણી પંચે સંસદના ઉપલા ગૃહ: રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. કમિશન અનુસાર, જો જરૂર પડશે તો રાજ્યસભાની બેઠકો માટે 31 માર્ચે મતદાન થશે. એક અંદાજ મુજબ, રાજ્યસભાની ચૂંટણી પછી સંસદમાં AAPના સાંસદોની સંખ્યા 3 થી વધીને 8 થવાની ધારણા છે.