નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં આરોપી દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જામીન અરજી દાખલ કરી છે. આ અંગે શનિવારે સુનાવણી થઈ શકે છે. મનીષ સિસોદિયા હાલ સીબીઆઈ રિમાન્ડ પર છે. તેના રિમાન્ડની મુદત શનિવારે પુરી થઈ રહી છે. આ પહેલા પણ તેણે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાની જામીન અરજી આપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ બંને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કુલ 10 લોકોની ધરપકડ કરી છે, જ્યારે સીબીઆઈએ 4 ધરપકડ કરી છે.
-
Delhi | AAP's Manish Sisodia files bail plea in Rouse Avenue Court today. Hearing may takes place tomorrow, 4th March. Manish Sisodia is presently on CBI remand. He was recently arrested by CBI in Excise Policy scam case.
— ANI (@ANI) March 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(File photo) pic.twitter.com/zTbvIqbYkG
">Delhi | AAP's Manish Sisodia files bail plea in Rouse Avenue Court today. Hearing may takes place tomorrow, 4th March. Manish Sisodia is presently on CBI remand. He was recently arrested by CBI in Excise Policy scam case.
— ANI (@ANI) March 3, 2023
(File photo) pic.twitter.com/zTbvIqbYkGDelhi | AAP's Manish Sisodia files bail plea in Rouse Avenue Court today. Hearing may takes place tomorrow, 4th March. Manish Sisodia is presently on CBI remand. He was recently arrested by CBI in Excise Policy scam case.
— ANI (@ANI) March 3, 2023
(File photo) pic.twitter.com/zTbvIqbYkG
આ પણ વાંચો: Rahul Gandhi Cambridge Speech: રાહુલે ચીનના વખાણ કર્યા, કાશ્મીરનો હિંસાગ્રસ્ત પ્રદેશમાં કર્યો સમાવેશ
CBIના રિમાન્ડ આજે થશે પૂર્ણ: સીબીઆઈએ રવિવારે પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 5 દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. સિસોદિયા વતી ત્રણ વરિષ્ઠ વકીલોએ તેમનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે સીબીઆઈની દલીલ સાથે સહમત થતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સિસોદિયાએ તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કર્યો હતો અને તેમને નીચલી કોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ સિસોદિયાએ નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ફરિયાદ પર સીબીઆઈ દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસીને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મનીષ સિસોદિયા સહિત કુલ 15 લોકોના નામ હતા. સીબીઆઈએ આ કેસમાં મનીષ સિસોદિયા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ સિસોદિયાએ 28 ફેબ્રુઆરીએ પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. લગભગ 8 કલાકની પૂછપરછ બાદ સીબીઆઈ દ્વારા 27 ફેબ્રુઆરીએ દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. CBIએ AAP નેતાની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ ગુનાહિત ષડયંત્ર અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. અગાઉ સીબીઆઈએ બે વખત પૂછપરછ કરી છે.