દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના પ્રથમ ટ્રાન્સજેન્ડર ઉમેદવાર બોબી કિન્નરે(First transgender candidate bobby kinnar) મ્યુનિસિપલ ચૂંટણીમાં જીત મેળવી છે. તે પ્રથમ ટ્રાન્સજેન્ડર છે, જેણે MCDમાં જીત મેળવી(Popular transgender candidate Bobby Kinnar won) છે. 38 વર્ષીય બોબી કિન્નર 'હિન્દુ યુવા સમાજ એકતા આવામ એન્ટી ટેરરિઝમ કમિટી'ના દિલ્હી યુનિટના પ્રમુખ પણ છે. અણ્ણા આંદોલન દરમિયાન પણ બોબી ખૂબ સક્રિય હતા.
-
Bobi, the AAP candidate from Sultanpuri-A ward, wins. For the first time, MCD to have a member of the transgender community. #DelhiMCDElectionResults2022 pic.twitter.com/FfbE9g4Im1
— ANI (@ANI) December 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bobi, the AAP candidate from Sultanpuri-A ward, wins. For the first time, MCD to have a member of the transgender community. #DelhiMCDElectionResults2022 pic.twitter.com/FfbE9g4Im1
— ANI (@ANI) December 7, 2022Bobi, the AAP candidate from Sultanpuri-A ward, wins. For the first time, MCD to have a member of the transgender community. #DelhiMCDElectionResults2022 pic.twitter.com/FfbE9g4Im1
— ANI (@ANI) December 7, 2022
બોબી દિલ્હીની રાજનીતિમાં પ્રવેશનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર: આમ આદમી પાર્ટીએ રાજનીતિ દ્વારા સમાજ સેવા કરવાની તક આપી છે. બોબી કિન્નરને એસસી મહિલાઓ માટે અનામત બેઠક પર વોર્ડ 43 સુલતાનપુરી-એથી ટિકિટ આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટી એમસીડી ચૂંટણીમાં વ્યંઢળને ટિકિટ આપનારી પહેલી પાર્ટી બની છે. બોબી કિન્નરે 2017માં પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.
અમારો મુદ્દો દિલ્હીની સ્વચ્છતાનો છે. હું જીતીને આવીશ તો સૌથી પહેલા મારા વોર્ડમાં સ્વચ્છતાનું કામ કરાવીશ. તેણે કહ્યું કે તે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી છે. મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી, પરંતુ જનતાએ કહ્યું કે મારે ચૂંટણી લડવી જોઈએ. લોકો સાથે મળીને મારી ચૂંટણી લડી રહ્યા છે. હું ઈચ્છું છું કે મારી જેમ મારા સમુદાયના લોકો પણ આગળ વધે અને રાજકારણમાં ભાગ લે.- બોબી કિન્નર, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર