- દિલ્હીમાં કોરોનાના દર્દીઓ માટે મહિલા એમ્બ્યુલન્સ ડ્રાઈવર આવી આગળ
- ડ્રાઈવર ટ્વિંકલ કાલિયા પોતે કેન્સરથી પીડાઈ રહી છે તેમ છતા કોરોનાના દર્દીઓની કરે છે સેવા
- મહિલા ડ્રાઈવર કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારને નિઃશુલ્ક એમ્બ્યુલન્સની સેવા આપે છે
નવી દિલ્હીઃ મનમાં લોકોની મદદ કરવાની ઈચ્છા હોય તો વ્યક્તિ ગમે તે સ્થિતિમાં લોકોની મદદ કરે જ છે. આનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દિલ્હીની એક મહિલાએ. દિલ્હીની ટ્વિંકલ કાલિયા પોતે કેન્સરથી પીડાઈ રહી છે, પરંતુ તેમ છતાં પોતે એમ્બ્યુલન્સ ચલાવીને કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના પરિવારની નિઃશુલ્ક સેવા કરી રહી છે.
આ પણ વાંચોઃ સુરતમાં રોઝા રાખવાની સાથે મુસ્લિમ યુવકો 24 કલાક આપે છે ઓક્સિજનની સેવા
રાષ્ટ્રપતિએ ટ્વિંકલને સન્માનિત પણ કરી છે
દિલ્હીના પ્રતાપનગર વિસ્તારમાં રહેતી ટ્વિંકલ કાલિયા અને તેમના પતિ વર્તમાન સમયમાં આવી 12 એમ્બ્યુલન્સ સેવા ચલાવી રહ્યા છે, જે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોની મદદ કરી રહી છે. એક મહિલા હોવાના કારણે એમ્બ્યુલન્સ ચલાવવી અને લોકોની સેવા કરવી એ સહેલું નથી, પંરતુ ટ્વિંકલને કેન્સર જેવી ગંભીર બીમારી પણ છે. જોકે, ટ્વિંકલ આ ઉપરાંત લોકોની સેવા માટે આગળ આવી છે. ટ્વિંકલને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પણ મળી ચૂક્યું છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે બનાસડેરીના કર્મચારીઓની અનોખી સેવાએમ્બ્યુલન્સ માટે દરરોજ 200 કોલ આવે છે
આ અંગે ટ્વિંકલ કાલિયાએ જણાવ્યું હતું કે, ભગવાન જ તેને કેન્સર સામે લડવાની શક્તિ આપે છે અને ભગવાન જ મદદ કરવાની શક્તિ આપે છે. આ જે જીવન છે તે બોનસનું જીવન છે અને આ બીજાની મદદ કરવા માટે પસાર કરવા માગું છું. ટ્વિંકલ કાલિયાને દરરોજ 200 કોલ આવી રહ્યા છે. જોકે, તેમની સેવા નિઃશુલ્ક છે અને અન્ય એમ્બ્યુલન્સ મળવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. એટલે લોકો ટ્વિંકલ કાલિયાની સેવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.