ETV Bharat / bharat

ભારતમાં રહેતી એક મહિલા, જેના વિરૂદ્ધ તાલિબાને જાહેર કર્યું છે ડેથ વોરન્ટ - A Woman from afghanistan who recieved death warent for fleeing away from husband

વર્ષ 2017માં અફઘાનિસ્તાન છોડીને ભારત આવેલી એક મહિલા પોતાની બે બાળકીઓ સાથે રહે છે. તેણીએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તાલિબાને તેણીના વિરૂદ્ધ ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. સમગ્ર વાતચીત વાંચવા માટે જૂઓ આ અહેવાલ...

ભારતમાં રહેતી એક મહિલા, જેના વિરૂદ્ધ તાલિબાને જાહેર કર્યું છે ડેથ વોરન્ટ

author img

By

Published : Aug 25, 2021, 7:59 PM IST

  • તાલિબાનનું ડેથ વોરન્ટ ધરાવતી એક મહિલા સાથે ખાસ વાતચીત
  • તાલિબાની પતિએ 2 બાળકીઓને વેચી દેતા દેશ છોડીને ભાગી હતી
  • ભારતમાં સુરક્ષિત મહેસૂસ કરે છે, પરંતુ શરણાર્થી કાર્ડ ન હોવાથી હાલાકી

ન્યૂઝ ડેસ્ક: અફઘાનિસ્તાનની એક મહિલા એ સમયે પોતાનો દેશ છોડીને ભાગી ગઈ હતી, જ્યારે તેણીને ખબર પડી કે તેનો પતિ તાલિબાનીઓ સાથે જોડાયેલો છે અને તેણે પોતાની 4 બાળકીઓ પૈકી 2ને વેચી દીધી છે. હાલમાં પોતાની 2 બાળકીઓ સાથે દિલ્હીમાં રહેતી આદિલા (નામ બદલ્યું છે) ને આજે પણ પોતાના વતન જવામાં ડર લાગે છે. કારણ કે, તાલિબાને તેણીના વિરૂદ્ધ ડેથ વોરન્ટ જાહેર કર્યું છે.

વોરન્ટમાં લખ્યું છે દેશ છોડ્યો, પણ શા માટે? તેનો કોઈ ઉલ્લેખ નહીં

આદિલાનું કહેવું છે કે, "તેમણે (તાલિબાને) મારા વિરુદ્ધ જાહેર કરેલા ડેથ વોરન્ટમાં લખ્યું છે કે, હું મારી 2 પુત્રીઓ સાથે દેશ છોડીને ભાગી ગઈ છું. તેમણે વોરન્ટમાં એ નથી જણાવ્યું કે, હું દેશ છોડીને શા માટે ભાગી છું. આ વોરન્ટ તેમણે મારી સાથે મારા માતા-પિતાને પણ મોકલ્યું હતું. જ્યારબાદ મારા પિતાએ પણ મને ક્યારેય પરત ન આવવા કહ્યું હતું."

પતિને પ્રશ્ન પૂછ્યો તો જવાબમાં છરાના ઘા મળ્યા

આદિલા વધુમાં જણાવે છે કે, "મારા લગ્ન ખૂબ નાની ઉંમરમાં થઈ ગયા હતા. મારો પરિવાર પણ મારા પતિને સારી રીતે ઓળખતો ન હતો. તે જ્યારે મારી 2 દિકરીઓને વેચવા માટે લઈ જઈ રહ્યો હતો. ત્યારે મેં તેને પૂછ્યું હતું કે, તું શા માટે તેમને લઈ જઈ રહ્યો છે? તો સામેથી જવાબ મળવાને બદલે માર મળ્યો હતો. મારી આંગળીઓ અને ગરદન પર છરો ભોંકવામાં આવ્યો હતો."

પતિના ત્રાસ અને પોતાની 2 બાળકીઓ ગુમાવ્યા બાદ દેશ છોડીને આવી ભારત

આદિલા થોડા વર્ષો પહેલા પોતાની માતાની સારવાર માટે ભારત આવી હતી.ભારત આવતા પહેલા પણ તે બોલિવૂડ ફિલ્મો જોતી હતી, જેના દ્વારા તેણીએ હિન્દી પણ શીખી લીધું હતું. પતિના ત્રાસ અને પોતાની 2 બાળકીઓ ગુમાવ્યા બાદ વ્યથિત થયેલી આદિલાએ અફઘાનિસ્તાન છોડ્યું હતું. ત્યાંથી ભાગવા માટે તેણીના પરિવારે પણ મદદ કરી. જ્યારબાદથી તે દિલ્હીમાં પોતાની 2 બાળકીઓ સાથે રહે છે અને જિમ ટ્રેનર તરીકે કામ કરીને પોતાના નાનકડા પરિવારનું ગુજરાન ચલાવે છે.

ભારતમાં સુરક્ષિત, પરંતુ શરણાર્થી કાર્ડ ન હોવાથી હાલત વધુ બદતર

ભારતમાં પોતાનું અસ્તિત્વ અને દિલ્હીમાં જિમ ટ્રેનર તરીકે કામ કરવા અંગે આદિલા કહે છે કે,"અમે ભારતમાં સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ, પરંતુ એ વાતનો ડર લાગે છે કે, જો કોઈ અમને અમારા શરણાર્થી કાર્ડ વિશે પૂછશે તો અમે ક્યાં જઈશું? હાલમાં મને માસિક 10 હજાર રૂપિયા પગાર મળે છે. જેમાંથી મારા બાળકોને જીવિત રાખવા માટે તમામ પ્રયાસો કરુ છું. માસિક 10 હજાર રૂપિયા 3 લોકોના ગુજરાન ચલાવવા માટે ખૂબ જ ઓછા છે."

શા માટે જરૂરી છે શરણાર્થી કાર્ડ?

આદિલા શરણાર્થી કાર્ડની જરૂરિયાત સમજાવતા કહે છે કે, "માત્ર આ કાર્ડ ન હોવાને કારણે અમને કોઈ ઘર ભાડે આપતું નથી. મારી બાળકીઓને પણ આ કાર્ડના અભાવે શાળામાં એડમિશન મળતું નથી." આદિલાએ શરણાર્થી કાર્ડ માટે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત (UNHCR) ને પણ ઘણી વખત અરજીઓ કરી છે. તેમ છતાં હજુ સુધી તેનો કોઈ નિકાલ નથી આવ્યો.

તાલિબાનના વાયદાઓ પર જરાય ભરોસો કરાય તેમ નથી

આદિલા અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં રહેતી હતી. આ પ્રાંતમાં કોઈ પણ છોકરીઓને શાળામાં જવાની અનુમતિ નથી. આ તો ઠીક પણ તેમને ઘરની બહાર સુદ્ધા નીકળવા દેવાતી નથી. આદિલાના જણાવ્યા પ્રમાણે, "તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારને છીનવી લીધા છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓનું હવે કોઈ સન્માન નથી રહ્યું. તાલિબાન દ્વારા હાલમાં મહિલાઓ કે પુરુષોની સુરક્ષાને લઈને જે નિવેદનો અને વાયદાઓ કરવામાં આવે છે, તેના પર જરાય ભરોસો કરાય તેમ નથી."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.