ETV Bharat / bharat

દેશમાં આજે કોરોનાના નવા 34,973 કેસ નોંધાયા, 260 લોકોના મોત - આરોગ્ય મંત્રાલય

દેશમાં કોરોનાનું જોખમ યથાવત્ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 34,973 કેસ નોંધાયા છે. જ્યારે 260 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે.

દેશમાં આજે કોરોનાના નવા 34,973 કેસ નોંધાયા, 260 લોકોના મોત

author img

By

Published : Sep 10, 2021, 12:09 PM IST

  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34,973 કેસ નોંધાયા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 260 લોકોના મોત થયા
  • રાહતની વાત એ છે કે, 37,681 લોકો કોરોનાથી સાજા થયા છે

હૈદરાબાદઃ દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે આજે સવારે આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના નવા કેસ જાહેર કર્યા છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34,973 કેસ નોંધાયા છે. જ્યારે 260 લોકોના મોત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે, 37,681 લોકો કોરોનાથી સાજા થયા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો- રાજ્યના 4 જિલ્લામાં શરૂ કરાયો સીરો સર્વે, બ્લડ સેમ્પલમાં 74 ટકા લોકોને એન્ટિબોડી આવી સામે: મનોજ અગ્રવાલ

કોરોનાના કુલ કેસ

દેશમાં અત્યાર સુધી કુલ 3 કરોડ 31 લાખ 74 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે 4 લાખ 42 હજાર 9 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 3 કરોડ 23 લાખ 42 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 4 લાખથી ઓછી છે. તો કુલ 3 લાખ 90 હજાર 646 લોકો હજી પણ કોરોનાથી સંક્રમિત છે.

આ પણ વાંચો- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 થી પણ ઓછા કેસ, 5.80 લાખથી વધુ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા

દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિ

કોરોનાના કુલ કેસઃ 3,31,74,954

કુલ સાજાઃ 3,23,43,299

કુલ સક્રિય કેસઃ 3,90,646

કુલ મોતઃ 4,42,009

કુલ રસીકરણઃ 72,37,84,000

કેરળમાં કોરોનાના કેસ

કેરળમાં છેલ્લા 24 કલાકમાં 26,200 નવા કેસ નોંધાયા છે, જ્યારે 114 લોકોના મોત થયા છે. રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને 43,09,694 થઈ ગયા છે અને અત્યાર સુધી 22,126 લોકોના મોત થઈ ચૂક્યા છે.

દેશમાં 72 કરોડ લોકોનું કોરોના રસીકરણ થયું

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના મતે, 9 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 72,37,84,000 કોરોનાની રસીના ડોઝ આપી દેવાયા છે. ગઈકાલે 67.58 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (Indian Medical Research Council) અનુસાર, અત્યાર સુદી 53.86 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 1787 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97.48 ટકા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.