હૈદરાબાદઃ તેલંગાણાના નિઝામાબાદમાં એક એવો વિસ્તાર છે જે શ્રદ્ધાનંદ ગંજ માર્કેટ યાર્ડ (Shraddhanand Ganj Market Yard)તરીકે ઓળખાય છે. જ્યારે લોકો અહીં રંગીન ઈમારત જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. યાર્ડના ખેડૂતો માટે જ બનાવેલ આ જાહેર શૌચાલય સંકુલ (Toilet complex)હોવાનું તેઓને ખબર પડતાં તેઓનું મોં ખુલી જાય છે. તેની વિશેષતા એ છે કે અહીં ખેડૂતોના રહેવા અને આરામ કરવા માટે રૂમ પણ બનાવવામાં આવ્યા છે. આ શૌચાલય 1998માં બન્યું હતું. પરંતુ તેની હાલત સામાન્ય શૌચાલય સંકુલ જેવી જ હતી.
આ પણ વાંચોઃ વિશ્વ શૌચાલય દિવસ 2020: ટકાઉ સ્વચ્છતા અને વાતાવરણ પરિવર્તન
નવું શૌચાલય બન્યા બાદ તેમને રાહત - થોડા મહિના પહેલા તેની ઈમારતનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને ડાઈંગ અને પેઈન્ટીંગ કર્યા બાદ તેનો રંગ બદલાઈ ગયો હતો. શૌચાલય સંકુલની જાળવણી અને સ્વચ્છતાથી ખેડૂતો પણ ખુશ છે. ઉત્તર તેલંગાણાના જિલ્લાઓમાંથી ખેડૂતો નિઝામાબાદ માર્કેટ યાર્ડમાં તેમનો પાક વેચવા આવે છે. આ વિસ્તારોમાં હળદર અને અન્ય પાકની ખેતી કરવામાં આવે છે. કેટલીકવાર આ બજારમાં પાક વેચવામાં બે-ત્રણ દિવસનો સમય લાગે છે. ખેડૂતો પાક વેચાય ત્યાં સુધી બજારમાં જ રહે છે. આ ખેડૂતોનું કહેવું છે કે નવું શૌચાલય બન્યા બાદ તેમને રાહત મળી છે. હવે તે ફ્રેશ થવા ઉપરાંત અહીં આરામ કરવા પણ જાય છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં બન્યું રાજ્યનું સૌ પ્રથમ ટ્રાન્સજેન્ડર શૌચાલય
ગ્રાઉન્ડ ફ્લોર પર શૌચાલય - આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શૌચાલય છે. પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ-અલગ બાથરૂમ છે. બીજા માળે બાકીના ખેડૂતો માટે ખાસ રૂમ છે, જ્યાં પંખા લગાવવામાં આવ્યા છે. શુદ્ધ પાણી અને આરામ માટે જરૂરી વ્યવસ્થા છે. ખેડૂતોની સાથે પાક લઈ જતા વાહન ચાલકો પણ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. ખેડૂતોએ અપીલ કરી છે કે શૌચાલય સંકુલને હંમેશા સ્વચ્છ રાખવાની સાથે તેની યોગ્ય જાળવણી માટે પગલાં લેવા જોઈએ.