ETV Bharat / bharat

અજમેરમાં 13 વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ કારનો અકસ્માત, 1નું સારવાર દરમિયાન મોત - ઘોર બેદરકારી

અજમેરમાં રવિવારે સવારે શાળાના બાળકોથી ભરેલી કાર પલટી (Ajmer Students Vehicle Accident) ગઈ હતી. જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. કારમાં શિક્ષક સહિત 14 બાળકો સવાર હતા. તમામ બાળકો શાળાની વોલીબોલ અને ફૂટબોલ ટીમના ખેલાડીઓ હતા. બાઇકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો.

અજમેરમાં 13 વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ કારનો અકસ્માત
a-school-bus-carrying-13-students-met-with-an-accident-in-ajmer-1-died-during-treatment
author img

By

Published : Nov 6, 2022, 5:14 PM IST

અજમેર: શહેરના બકરા મંડી પાસે કાર પલટી જતા કારમાં મુસાફરી કરી રહેલા સેન્ટ્રલ એકેડેમી સ્કૂલના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉપરાંત સાત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર (Ajmer Students Vehicle Accident) બાદ રજા આપવામાં આવી હતી. તમામ ઘાયલોની JLN હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ તમામ શાળાના વિદ્યાર્થીઓ મસુદામાં વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

રામગંજ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ: રામગંજ પોલીસ સ્ટેશનના ASI મણીરામલેએ જણાવ્યું હતું કે બકરા મંડી પાસે ઈનોવા કાર પલટી જતાં શાળાના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું જ્યારે 3ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાકીના 7 વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ જેએલએન હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓને જેએલએન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતક વિદ્યાર્થીના મૃતદેહને હોસ્પિટલના શબ ઘરમાં રાખવામાં આવ્યો છે.

એક વિદ્યાર્થીનું મોત: ASIના જણાવ્યા અનુસાર શિક્ષક સહિત 14 વિદ્યાર્થીઓ ઇનોવા કારમાં હતા. ડિવાઈડર ઓળંગતી બાઇકને બચાવવાના પ્રયાસમાં કાર ચલાવી રહેલા શાળાના શિક્ષકે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને સ્પીડમાં આવતી કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે અરેરાટી મચી જવા પામી હતી. વિસ્તારના લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી. તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે JLN હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એક વિદ્યાર્થીને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

અન્ય વિદ્યાર્થીઓ થયા ઘાયલ: પોલીસે જણાવ્યું કે તમામ બાળકો ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ હતા. આ તમામ વિદ્યાર્થીઓ કોટડામાં પત્રકાર કોલોની પાસે આવેલ સેન્ટ્રલ એકેડમી સ્કૂલના હતા. તેમણે જણાવ્યું કે મૃતકનું નામ યશ હતું. જ્યારે યુવરાજ, અનુજ નીરજ ગંભીર રીતે ઘાયલ છે. બાકીના 7 વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. કાર ચલાવનાર શિક્ષકનું નામ નીરજ જણાવવામાં આવી રહ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ મસુદામાં આયોજિત વોલીબોલ અને ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

ઘોર બેદરકારી પડી ભારે: 14 વિદ્યાર્થીઓનું કારમાં હોવું એ જ ઘોર બેદરકારી છે. આ ઉપરાંત કાર ચાલક સ્થળ પર ન હોવાના કારણે પણ શંકા ઉભી થાય છે. અકસ્માત બાદ બાળકોના માતા-પિતા પણ હોસ્પિટલ પહોંચી ગયા છે. રામગંજ પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.