કોઝિકોડ: ટ્રેનમાં કોઇ ઘટના બને છે ત્યારે ગુજરાતમાં બનેલો ગોધરા કાંડનો બનાવ યાદ આવી જાય છે. ફરીવાર એવો જ નજીકનો બનાવ કેરળમાં આવેલા કોઝિકોડ પાસે બન્યો છે. કેરળમાં અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો પર કથિત પેટ્રોલથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુઘીમાં 3 વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ રેલવે ટ્રેક પરથી મહિલાઓ, બાળકો અને આધેડના મૃતદેહ મળી આવ્યા હતા.
હોસ્પિટલમાં સુરક્ષિત રાખવામાં આવ્યા: ઓળખની વાત કરવામાં આવે તો રહેમત (ઉ.વ.43) અને સહારા (ઉ.વ.2) તરીકે થઈ છે, જે તેની નાની બહેનની પુત્રી છે, જે મત્તાનુર પલોટ પલ્લીના રહેવાસી છે. ત્રીજા મૃતદેહની ઓળખ થઈ નથી. ત્રણેય મૃતદેહો ઇલાતુર સ્ટેશન અને કોરાપુઝા પુલ વચ્ચે મળી આવ્યા હતા. મૃતદેહોને કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રેનમાં આગ લાગવાના સમાચાર સાંભળીને મૃત્યુ પામેલા લોકોએ ટ્રેનમાંથી છલાંગ લગાવી હશે.
આ પણ વાંચો CBI Diamond Jubilee Celebrations: PM મોદી આજે CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
-
Kozhikode, Kerala | Forensic experts reached the spot where the bodies of three people including that of a child were found near a railway track. pic.twitter.com/154A3r3EFU
— ANI (@ANI) April 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kozhikode, Kerala | Forensic experts reached the spot where the bodies of three people including that of a child were found near a railway track. pic.twitter.com/154A3r3EFU
— ANI (@ANI) April 3, 2023Kozhikode, Kerala | Forensic experts reached the spot where the bodies of three people including that of a child were found near a railway track. pic.twitter.com/154A3r3EFU
— ANI (@ANI) April 3, 2023
ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ: આ હુમલો લાલ શર્ટ અને કેપ પહેરેલા આધેડ વયના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. પેટ્રોલની બે બોટલ મુસાફરો પર ફેંકી અને પછી આગ ચાંપી દીધી હતી. પ્રાથમિક માહિતી એવી હતી કે અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનના D1 અને D2 કોચમાં રવિવારે રાત્રે 9:07 કલાકે આગ લાગી હતી. આ ટ્રેન કન્નુર તરફ જઈ રહી હતી. અજાણ્યા વ્યક્તિના હુમલાથી મુસાફરો ડરી ગયા હતા. ચેઈન પુલિંગ પછી ટ્રેન કોરાપુઝા બ્રિજ પર ઊભી રહી. તે સમયે લોકો પોતાનો જીવ બચાવવા ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનામાં ઘાયલ નવ લોકો સારવાર હેઠળ છે.
આ પણ વાંચો Rahul Gandhi Aappeal: રાહુલ ગાંધી આજે સુરતમાં, માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાં અપીલ કરશે
ટ્રેનમાંથી ભાગી ગયો: એવું જાણવા મળી રહ્યું છે કે આગ લગાવનાર આરોપી ટ્રેનમાંથી ભાગી ગયો હતો. કોરાપુઝા પુલ પર ટ્રેન ઉભી થતાં તે ભાગી ગયો હતો. તેણે લાલ કલરનું શર્ટ, કાળું પેન્ટ અને કેપ પહેરેલી હતી. રેલવે પોલીસ અને કેરળ પોલીસે તેની શોધખોળ વધારી દીધી છે. પોલીસે ઈલાથુરથી કોરાપુઝા થઈને કટિલા સુધી તપાસ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
સારવાર હેઠળ પ્રવાસીઓઃ અનિલ કુમાર (ઉ.વ.50), મૂળ કથિરરનો વતની, તેની પત્ની સજીશા (ઉ.વ.47), પુત્ર અદ્વૈદ (ઉ.વ.21) ઉપરાંત અશ્વતી (ઉ.વ.29) મૂળ ત્રિશૂર, રૂબી (ઉ.વ.52), રસિક (ઉ.વ.27), જોતીન્દ્રનાથ (ઉ.વ.50), પ્રિન્સ (ઉ.વ.39) અને પ્રકાશન (ઉ.વ.52) આ ઘટનામાં દાઝી ગયા હતા. તમામની હાલત હાલમાં સારી છે. મેડિકલ કોલેજમાં 5, બેબી મેમોરિયલ હોસ્પિટલમાં 3 અને કોઈલંદી તાલુક હોસ્પિટલમાં એકની સારવાર ચાલું છે.