- જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં બિહારના યુવકનું મોત
- મૃતક શંકર ચૌધરી નામના યુવકના પરિવારમાં શોકનો માહોલ
- આ આતંકી હુમલામાં રેલવે પોલીસકર્મીનું પણ થયું મોત
કટિહારઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવારે આતંકી હુમલો થયો હતો, જેમાં એક રેલવે પોલીસકર્મી અને એક બિહારના યુવકનું મોત થયું છે. ત્યારબાદ બિહારના કટિહાર જિલ્લાના રહેવાસી મૃતક શંકર ચૌધરીના પરિવારમાં શોક જોવા મળી રહ્યો છે. મૃતક યુવક જમ્મુ-કાશ્મીરમાં મજૂરી કરી રહ્યો હતો. તો તેના મોતના સમાચાર સાંભળતા જ તેના માતાપિતાની સ્થિતિ બગડી ગઈ હતી.
આ પણ વાંચો- આતંકી હુમલા અંગે કાશ્મીરમાં એલર્ટ, આંતકવાદીઓ દ્વારા LoC પર રેકી
મૃતક જમ્મુ-કાશ્મીર કમાવવા ગયો હતો
બિહારનો મૃતક યુવક શંકર ચૌધરી મજૂરી કરવા માટે કાશ્મીર ગયો હતો, પરંતુ આતંકી હુમલામાં તેનું મોત થયું હતું. પરિવારના સૌથી લાડલા પૂત્રનું મોત થતા તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તો આ સમગ્ર મામલો જિલ્લાના પ્રાણપુર બ્લોકના શાહનગર પંચાયતના પ્રીતનગર ગામનો છે, જ્યાં 28 વર્ષીય શંકર ચૌધરી પરિવાર માટે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં કમાવવા આવ્યો હતો.
આ પણ વાંચો- અનંતનાગના લાલ ચોકમાં આતંકી હુમલો, ભાજપ નેતા અને તેમના પત્નીની હત્યા
મૃતક શંકર નિયમિત રીતે ઘરે પૈસા મોકલતો હતો
આ મૃતક યુવક ગયા ફેબ્રુઆરી મહિનામાં પરદેશમાં પણ કમાવા ગયો હતો. ત્યારબાદ તે જમ્મુ-કાશ્મીર ગયો હતો અને ત્યાંથી પણ દર મહિને ઘરે પૈસા મોકલતો હોવાથી તેના પરિવારમાં ખુશી જોવા મળી હતી. તેના ગરીબ માતાપિતાને આશા હતી કે, હવે બધું સારું થઈ જશે, પરંતુ આતંકી હુમલામાં તેનું મોત થયું છે. શંકર તેના પરિવારનો એક માત્ર કમાનારો સભ્ય હતો.