- રાયબલેરીમાં ગંગાના કિનારે ગોકના સ્મશાન ઘાટ પાસે મૃતદેહ દેખાયા
- સોમવારે પડેલા ધોધમાર વરસાદના કારણે તમામ મૃતદેહ દેખાવા લાગ્યા
- મોટી સંખ્યામાં મૃતદેહો મળતા ઘાટના કિનારે રહેતા લોકોમાં ચકચાર મચી ગઈ
રાયબરેલી (ઉત્તરપ્રદેશ): જિલ્લામાં ગંગાના કિનારે રેતીમાં દબાયેલા મૃતદેહ મળવાની ઘટના સતત ચાલુ છે. કેટલાક દિવસો પહેલા સરેનીના ગેગાસો સ્મશાન ઘાટ પાસે મોટી સંખ્યામાં રેતીમાં દબાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. મંગળવારે એક વાર ફરી જિલ્લાના ઉંચાહાર તાલુકાના ગોકના સ્મશાનઘાટ પર ગંગા નદીના કિનારે રેતીમાં દટાયેલા મૃતદેહો મળતા ચકચાર મચી ગયો હતો. મૃતદેહોને રેતીમાં થોડા ઉંડા દાટવામાં આવ્યા હતા. જોકે, થોડા જ વરસાદે પોલ ખોલી નાખી હતી.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગંગામાં વહેતી લાશ મુદ્દે યુપી - બિહાર સરકારને ફટકારી નોટીસ
મૃતદેહોને જોતા લોકોમાં ચકચાર મચી
આ વિસ્તાર જિલ્લાના ઉંચાહારનું ગોકના ઘાટ છે. જ્યાં સ્મશાન ઘાટ પણ બન્યું છે. લોકો પોતોના લોકોના અંતિમ સંસ્કાર માટે અહીં આવે છે. સોમવારે મોડી રાત્ સુધી અહીં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘાટના કિનારે પડેલી રેતી વહેવા લાગી હતી અને ત્યાં દટાયેલા મૃતદેહો બહાર દેખાવવા લાગ્યા હતા. આના કારણે ઘાટના કિનારે રહેતા લોકોમાં ચકચાર મચી ગઈ હતી.
આ પણ વાંચોઃ બિહારથી ઉત્તરપ્રદેશ આવી રહેલા મૃતદેહના અંતિમ સંસ્કાર પર ઉત્તરપ્રદેશની સરકારે પ્રતિબંધ લગાવ્યો
જે લોકો પાસે અંતિમ સંસ્કારના પૈસા નહતા તેવા પરિવારજનોના સગાના મૃતદેહ હોવાનું ગ્રામજનોનું માનવું
સ્થાનિક લોકોનું માનવું છે કે, મૃતદેહો એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં દાટવામાં આવ્યા હતા. આ એ લોકોના મૃતદેહો છે, જેમના પરિવારજનો પાસે અંતિમ સંસ્કાર માટે લાકડાં ખરીદવાના પણ પૈસા નથી.