- દેશમાં કોરોનાના વધતા કેસની સામે વેક્સિનેશનની ગતિ ધીમી
- દેશમાં 2 મહિનાની અંદર મોટી સંખ્યામાં વેક્સિન ઉપલબ્ધ થશે
- એઈમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ આપી માહિતી
નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે દેશભરમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. કેટલાક રાજ્યોમાં તો 18 વર્ષથી વધુ વયના લોકોનું પણ વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ કેટલાક રાજ્યો મોદી સરકાર પર કોરોના વેક્સિનના ઓછા પૂરવઠા આપવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ બેંગલુરુની IIScમાં રસી તૈયાર કરવામાં આવી રહી છે, 30 ડિગ્રી તાપમાનમાં કરી શકાશે સ્ટોર
ભારત અન્ય દેશ પાસેથી પણ વેક્સિન મગાવશેઃ ડો. રણદીપ ગુલેરિયા
આ તમામની વચ્ચે એઈમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, આગામી 2 મહિનાની અંદર દેશમાં મોટી સંખ્યામાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. કારણ કે, વેક્સિન બનાવનારી કંપનીઓ ઝડપથી વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારત અન્ય દેશ પાસેથી પણ વેક્સિન મગાવશે. આ સાથે જ એઈમ્સના નિર્દેશકે જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિકનું નિર્માણ ભારતમાં વધુને વધુ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દેશમાં કોરોનાની વેક્સિન સ્પૂતનિક વી 995 રૂપિયામાં મળશે
જુલાઈ-ઓગસ્ટ સુધીમાં મોટી સંખ્યામાં વેક્સિન આપણી પાસે હશેઃ ડો. ગુલેરિયા
આ ઉપરાંત એઈમ્સના નિર્દેશકે જણાવ્યું હતું કે, સ્પૂતનિકે નિર્માણ માટે ભારતની અનેક કંપનીઓ સાથે કરાર કર્યા છે. જ્યારે ભારત બાયોટેક અને SII તરફથી પણ નવા પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેવામાં જુલાઈ-ઓગસ્ટ સુધી આપણી પાસે મોટી સંખ્યામાં વેક્સિન હશે.