- ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના સાહિબાબાદ ઔદ્યોગિક ક્ષેત્ર સાઈટ સ્થિત ફેક્ટરીની ઘટના
- આગની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
- 1 ડઝનથી વધારે લોકો આગની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે
આ પણ વાંચોઃ રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કારખાનામાં લાગી ભીષણ આગ
ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના સાહિબાબાદ ઔદ્યોગિક ક્ષેત્ર સાઈટ ચાર સ્થિત ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, 1 ડઝનથી વધારે લોકો આગની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ થાણેની એક કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી
ઘણા અંશે આગને કાબૂમાં લેવાઈ
આ અંગે મળતી માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે આ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગમાં 1 ડઝનથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે 3 લોકોની હાલત ગંભીર જોવા મળી રહી છે. ફાયરબ્રિગેડ આગ બૂઝવવાની કામગીરી કરી રહ્યું છે. જોકે, ઘણા અંશે આગને કાબૂમાં લેવાઈ ચૂકી છે.