રાજકોટઃ રાજકોટના ચૌધરી હાઇસ્કુલ (Road Show Rajkot) ખાતે આવેલા ગ્રાઉન્ડમાં ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન દ્વારા પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે રાજ્યની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ છે. આ હોસ્પિટલની મુખ્યપ્રધાન મુલાકાત લેવાના છે. આ સાથે જ વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા લાઈટ હાઉસ પ્રોજેકટની પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મુલાકાત (road show of the Chief Minister) લેવાના છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ તેમની સુરક્ષાને લઈને રાજકોટ પોલીસ દ્વારા સત્તત બે દિવસથી ખાસ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.
ભાજપના કાર્યકર્તાઓ સાથે યોજશે બેઠક
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં રોડ શો (Bhupendra Patel Rajkot) યોજી ત્યારબાદ ડી.એચ.કોલેજ (DH College Ground) ખાતે વિવિધ વિકાસના કામોનું ઇ લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે તેઓ બપોરનું ભોજન ગ્રહણ કરશે અને બપોરના ભોજન બાદ ભુપેન્દ્ર પટેલ મેયર બંગલે રાજકોટ ભાજપ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભુપેન્દ્ર પટેલ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે.
સત્તાધારી પક્ષને કોઈ ગાઇડલાઈન લાગુ પડતી નથી: કોંગ્રેસ
રાજ્યના મુખ્યપ્રધાન રાજકોટમાં રોડ શો (Road Show Rajkot) યોજવાના છે. આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે મીડિયાને જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યના વિવિધ મેટ્રો સિટીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમજ વિસ્તારમાં પોલીસ કમિશ્નર દવા 144ની કમલ લાગુ કરવામાં આવી છે. એવામાં રાજ્યના મુખ્યપ્રધાન રાજકોટમાં રોડ શો કરે તે યોગ્ય નથી. જ્યારે અન્ય પક્ષને રેલી અને સભા કરવાની મંજૂરી આપવામાં આવતી નથી અને શાસક પક્ષને કોરોનાની ગાઇડલાઈન લાગુ પડતી ન હોય તેવું લાગી રહ્યું છે. ખરેખરમાં મુખ્યપ્રધાને રોડ શો ન કરવો જોઈએ.
આ પણ વાંચો: Rajkot Marketing Yard: કપાસનાં 20 કિલોનાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા, જાણો ભાવની વિગત...
આ પણ વાંચો: Anti Corruption Bureau:રાજકોટ મનપાનો ફાયર વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો