ETV Bharat / bharat

Dog Holds Newborn: રખડતા ઢોર બાદ શ્વાનનો ત્રાસ, કર્ણાટકમાં કૂતરાએ નવજાતને મોઢામાં પકડ્યું

કર્ણાટકના શિમોગામાં એક હોસ્પિટલ પરિસરમાં એક અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. મેટરનિટી વોર્ડ પાસે એક રખડતો શ્વાન નવજાત બાળકને લઈને જતો જોવા મળ્યો હતો. જે બાદ નવજાત શિશુનો કબજો લેતાં તે મૃત હાલતમાં મળી આવ્યું હતું. ગુજરાતમાં પણ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે.

Dog Holds Newborn: રખડતા ઢોર બાદ શ્વાન થયા એકટીવ, કર્ણાટકમાં કૂતરાએ નવજાતને પકડયું

author img

By

Published : Apr 3, 2023, 11:57 AM IST

શિમોગાઃ ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અને શેરમાં શ્વાનને કારણે અનેક લોકોને ભોગ લેવાયો છે. ક્યારેક ઢોર ઢીકે ચડાવે છે તો ક્યારેક શ્વાન બચકા ભરે છે. આવા કેસમાં વ્યક્તિઓના મૃત્યું થયાના કિસ્સા બન્યા છે. આ ત્રાસ માત્ર આપણા ગુજરાતમાં જ નથી. કર્ણાટકના શિમોગામાં એક દર્દનાક ઘટના સામે આવી છે.

શિશુનો કબજો: કર્ણાટકના શિમોગામાં ખૂબ જ દર્દભરી ઘટના સામે આવી છે. હોસ્પિટલના મેટરનિટી વોર્ડ પાસે એક રખડતા શ્વાન નવજાત બાળકને લઈને જતો જોવા મળ્યો હતો. નવજાત શિશુનો કબજો લેતાં તે મૃત હાલતમાં મળી આવ્યું હતું. નવજાત શિશુની ઓળખ હજુ થઇ નથી. તે જ સમયે તેનું મૃત્યુ કેવી રીતે થયું તે જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ, 31 માર્ચે મેગન હોસ્પિટલના શરાવતી મેટરનિટી વોર્ડ પાસે એક રખડતો કૂતરો નવજાત શિશુને લઈને જતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો Dog Bite in Rajkot: રખડતા શ્વાનના કારણે મહિલાનું મોત, સાડીનો છેડો તાણી ગયો

કૂતરો બાળકને મોંમાં દબાવીને: કૂતરો બાળકને મોંમાં દબાવીને દોડતો હતો. લોકોની નજર તેના પર ગઈ. પછી સુરક્ષાકર્મીઓએ એલાર્મ વગાડ્યું હતું. કેટલાક લોકોએ કૂતરાનો પીછો કર્યો હતો. થોડે દૂર જઈને નવજાતને કૂતરામાં મૂકીને તે ભાગી ગયો હતો. લોકોએ તરત જ બાળકીને ઉઠાવી અને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં તપાસ દરમિયાન નવજાત શિશુ મૃત મળી આવ્યા હતા. ડોક્ટરોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ તંત્રએ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ માટે પડકારરૂપ: નવજાત કોનું છે તે શોધવું પોલીસ માટે પડકારરૂપ છે. જેણે તે માસૂમને હોસ્પિટલમાં છોડી દીધું હતું. અત્યાર સુધી નવજાત વિશે કોઈએ દાવો કર્યો નથી, તે સ્પષ્ટ છે કે કોઈએ જાણી જોઈને આ પગલું ભર્યું છે. આ એક અમાનવીય કૃત્ય છે. એવી આશંકા છે કે નવજાતને હોસ્પિટલના મેટરનિટી વોર્ડની પાછળ છોડી દેવામાં આવ્યું હતું. નવજાત શિશુનું મોત કૂતરાના કરડવાથી થયું છે કે તે પહેલા જ મૃત્યુ પામ્યું છે તે પણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો Surat News: સુરતમાં બે વર્ષની નાની બાળકીને ત્રણ થી ચાર શ્વાને ભર્યા બચકા

ગુજરાતમાં શ્વાનનો આતંક: છેલ્લાં ઘણા સમયથી ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો હતો. પરંતુ હજુ એ સમસ્યાનો કોઇ નિકાલ આવ્યો ન હતો. તે પહેલા ગુજરાતમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરમાં શ્વાન ત્રાસ વધી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.