ETV Bharat / bharat

Andhrpradesh News: 13 વર્ષની છોકરીએ ધીરજ અને કોઠાસુઝ વાપરીને બચાવ્યો પોતાનો જીવ, સલામ છે આ બહાદુરીને !!! - Pushed off the bridge

મારવાવાળા કરતા બચાવવાળો મહાન હોય છે, આ કહેવત આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના તાડેપલ્લી વિસ્તારની 13 વર્ષની છોકરી સાથે સાચી સાબિત થઈ છે. આ છોકરીએ પોતાની હિંમત, ધીરજ, કોઠાસુઝ અને સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો છે. પુલ પરથી ફેંકી દેવાયા બાદ એક કેબલ પાઈપથી લટકી હોવા છતાં પોલીસને ફોન કરી માંગી મદદ. વાંચો સાહસપૂર્ણ સંઘર્ષનો ઘટનાક્રમ

13 વર્ષીય બહાદુર બાળા
13 વર્ષીય બહાદુર બાળા
author img

By

Published : Aug 7, 2023, 1:31 PM IST

આંધ્રપ્રદેશઃ આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના તાડેપલ્લી વિસ્તારમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક 13 વર્ષની છોકરી મોતના મોઢામાંથી હેમખેમ બહાર આવી છે. સાથે રહેનાર એક વ્યક્તિએ આ છોકરી તેની બહેન અને તેની માતાને ગોદાવરી નદીમાં ધક્કો મારીને ફેંકી દીધા હતા. 13 વર્ષની છોકરી તેની કોઠાસુઝ અને સમયસૂચકતાને લીધે જીવ બચાવવામાં સફળ રહી હતી.

ઘરના કંકાસથી કંટાળ્યો સુરેશઃ તાડેપલ્લી વિસ્તારની 36 વર્ષીય મહિલા પુપ્પાલા સુહાસિની પોતાની દીકરી કીર્તના સાથે એકલી રહેતી હતી. બે વર્ષ અગાઉ તેની મુલાકાત ઉલાવા સુરેશ નામના યુવક સાથે થઈ. સુહાસિની અને સુરેશ સાથે જીવન વ્યતિત કરવા લાગ્યા. આ દરમિયાન તેમને ત્યાં અન્ય એક બાળકીનો પણ જન્મ થયો. આ બાળકીનું નામ જર્સી રાખવામાં આવ્યું. સુહાસિની અને સુરેશનું જીવન સુમેળભર્યુ ન હતું. તેમની વચ્ચે વારંવાર મતભેદો થતા હતા.સુરેશ આ ઘરેલુ ઝઘડાઓથી કંટાળી ગયો હતો અને તેણે આ કંકાસ હંમેશ માટે ખતમ કરવાની યોજના ઘડી.

સુરેશનો બદઈરાદોઃ સુરેશે કપડા ખરીદવાનું બહાનું કરી સમગ્ર પરિવારને શનિવાર સાંજે રાજામહેન્દ્રવરમ નામના શહેરમાં લઈ આવ્યો. અહીં અનેક સ્થળો પર ફરી ફરીને રાત પસાર કરી. રવિવાર સવારે 4 કલાકે ગોદાવરી નદી પર રાવુલ પાલેમમાં બનેલા ગૌતમી ઓલ્ડ બ્રિજ સુરેશ સમગ્ર પરિવાર સાથે આવ્યો. તેણે સેલ્ફી લેવાની છે તેમ કહીને સુહાસિની અને બંને છોકરીઓને પુલના છેડાની દિવાલ પર ઊભા રાખ્યા. અહીં સુરેશે તેનો બદ ઈરાદો પાર પાડ્યો. સુરેશે ત્રણેયને નદીમાં ધક્કો મારી દીધો અને કાર લઈને રફુચક્કર થઈ ગયો. પણ નસીબજોગ કીર્તનાએ પુલના કિનારે રહેલી કેબલ પાઈપ પકડી લીધી પરંતુ સુહાસિની અને જર્સી આટલા નસીબદાર ન હતા તેઓ નદીમાં પડી ગયા.

કીર્તનાનો સાહસપૂર્ણ સંઘર્ષઃ કેબલ પાઈપ પર લટકેલ કીર્તનાએ પોતાને બચાવવા માટે ઘણી બૂમો પાડી. ત્યારબાદ તેને યાદ આવ્યું કે તેની પાસે મોબાઈલ ફોન છે જેનો ઉપયોગ કરીને તેણીએ પોલીસને ફોન કરી દીધો. રાવુલાપલેમ એસ.આઈ. સાથે વાત થયા બાદ પોલીસ અધિકારી વેંકટરમન સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને છોકરીને હેમખેમ બચાવી લીધી.

ગોદાવરીમાં વહી ગયેલ માતા અને પુત્રીને બચાવવા એક ટીમ અને આરોપીને પકડવા માટે બીજી ટીમ કામે લાગી ગઈ છે...રજનીકુમાર (સી.આઈ., રાવુલાપુરમ)

પોલીસે દ્વારા પ્રશંસાઃ અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ છોકરીએ ધીરજ ન ગુમાવી અને વિવેક બુદ્ધિ વાપરીને પોતાનો જીવ બચાવ્યો. પોલીસે પણ આ છોકરીની હિંમત, ધીરજ અને વિવેક બુદ્ધિની પ્રશંસા કરી. એસ.પી. શ્રીધરે છોકરીને બચાવવા બદલ સમગ્ર પોલીસ ટીમને ધન્યવાદ પાઠવ્યા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.