ETV Bharat / bharat

સામૂહિક આત્મહત્યા: એક જ પરિવારના 9 સભ્યોએ જીવન ટૂંકાવ્યું

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના (Sangli district of Maharashtra)મિરજ તાલુકાના મહૈસાલમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક જ પરિવારના નવ સભ્યોએ આત્મહત્યા (Mass suicide) કરી છે.પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને મોતના કારણની તપાસ કરી રહી છે.

મિરાજમાં એક જ પરિવારના 9 સભ્યોનો આપઘાત
મિરાજમાં એક જ પરિવારના 9 સભ્યોનો આપઘાત
author img

By

Published : Jun 20, 2022, 5:23 PM IST

સાંગલીઃ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના મિરાજ તાલુકાના એક ગામમાં એક જ પરિવારના નવ સભ્યોએ આત્મહત્યા કરી (Nine members of the same family committed suicide) લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારે ઝેર ખાઈને આ જીવલેણ પગલું ભર્યું હતું. અત્યાર સુધી આપઘાતનું કારણ જાણી શકાયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, ગામમાં બે જગ્યાએ એક જ પરિવારના નવ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા.પશુચિકિત્સક માણિક યલપ્પા વનામોર અને તેમના ભાઈ પોપટ યલપ્પા વણમોરે માતા, પત્ની અને બાળકો સાથે આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો: સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં મોટી સફળતા, ગોળીબાર કરનારા વધુ 3 શૂટર્સની ગુજરાતમાંથી ધરપકડ

મૃતકે કોઈ ઝેરી પદાર્થ પીધો હતો: સાંગલીના પોલીસ અધિક્ષક દીક્ષિત ગેડમે કહ્યું કે,અમને એક ઘરમાંથી નવ મૃતદેહ મળ્યા છે. ત્રણ મૃતદેહો એક જગ્યાએથી મળી આવ્યા હતા, જ્યારે અન્ય છ લોકો અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. પૂછવામાં આવ્યું કે શું તે આયોજિત "સામૂહિક આત્મહત્યા" (Mass suicide) છે, તેમણે કહ્યું કે પોલીસ ટીમ સ્થળ પર છે અને મૃત્યુના કારણની તપાસ કરી રહી છે. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેઓને આ આત્મહત્યાનો મામલો હોવાની શંકા છે. આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મિરજની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છેજોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે પરંતુ તેમને શંકા છે કે મૃતકે કોઈ ઝેરી પદાર્થ પીધો છે.

આ પણ વાંચો: અને રોપ-વે અધવચ્ચે જ અટકી ગઈઃ 5 પ્રવાસીઓ બચાવાયા, જૂઓ વીડિયો

તપાસ પ્રક્રિયાઓ હજુ ચાલુ છે: તે જ સમયે, કથિત સામૂહિક આત્મહત્યાના (Mass suicide) સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને ગામના અંબિકા નગર વિસ્તારમાં સેંકડો લોકો તેમના ઘર તરફ દોડી ગયા. સાંગલીના પોલીસ અધિક્ષક દીક્ષિત કુમાર ગેદમ, મહૈસાલ પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત બેન્દ્રે અને અન્યો સહિત ટોચના પોલીસ અધિકારીઓ તપાસ કરવા અને સ્થાનિકોને શાંત કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, પંચનામા રેકોર્ડ કરવાનું, પોસ્ટમોર્ટમ માટે મોકલતા પહેલા મૃતદેહોના ફોટોગ્રાફ લેવા અને અન્ય પ્રક્રિયાઓ હજુ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.