તમિલનાડુ : કર્ણાટકના મૈસૂરના વ્યાસપુરમના રહેવાસી વાસુદેવન (83)એ તામિલનાડુના દિવંગત મુખ્યપ્રધાન જે. જયલલિતાના ભાઈ હોવાનો દાવો રજૂ કર્યો(A man claiming to be CM Jayalalithaa s brother) છે. તેમના દ્વારા આ અંગે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી પણ દાખલ(Application in Madras High Court) કરવામાં આવી છે.
આ પણ વાંચો - પૂર્વ સીએમ જયલલિતાની જન્મજયંતિ પર વડાપ્રધાન મોદીની આદરાંજલી
જયલલિતાના ભાઇ હોવાનો દાવો - વાસુદેવને પોતાની અરજીમાં કહ્યું છે કે, જયલલિતાના પિતા આર જયરામ તેમના પણ પિતા છે. તેમજ તેઓ જયરામની પ્રથમ પત્ની જે. હું જયમ્માનો એકમાત્ર પુત્ર છે. તેઓ તેમની જાયદાતના એકમાત્ર વારસદાર છે. એવું પણ કહેવાય છે કે જયરામે વેદવલ્લી ઉર્ફે વેદમ્મા સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. જેમની સાથે જયકુમાર અને જયલલિતા બાળકો હતા. તે પરથી જયલલિતા અને જયકુમાર તેમના ભાઈ-બહેન થયા કહેવાય.
જયરામની પ્રથમ પત્નીનું સંતાન - વાસુદેવને જણાવ્યું કે, 1950માં જ્યારે તેમની માતા જયમ્માએ ભરણપોષણ માટે મૈસૂર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં તેમના પિતાની બીજી પત્ની વેદવલ્લી, જયકુમાર અને જયલલિતાનો તે કેસમાં પ્રતિવાદી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં સમાધાન કરીને મામલો થાળે પડ્યો હતો. જયકુમારનું જયલલિતા પહેલા અવસાન થયું હતું તેથી આજે તેઓ ભાઈ તરીકે જયલલિતાનો ઉત્તરાધિકારી છે. આ કારણે જયલલિતાની 50 ટકા સંપત્તિ તેમને મળવી જોઈએ.
આ પણ વાંચો - જયલલિતા 23 માર્ચે રુપેરી પડદે જોવા મળશે
હાઇકોર્ટમાં દાખલ કર્યો કેસ - મદ્રાસ હાઈકોર્ટે 2020માં એક ચુકાદો આપ્યો હતો જેમાં જે દીપક અને જે દીપાને જયલલિતાના એકમાત્ર વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, વાસુદેવને કહ્યું છે કે, તેમને તેમાં સામેલ કરીને નિર્ણયમાં સુધારો કરવો જોઈએ. કર્ણાટકની અમૃતાએ અભિનેતા શોબનબાબુ અને જયલલિતાની પુત્રી હોવાનો દાવો કરીને કેસ દાખલ કર્યો હતો, પરંતુ બાદમાં 2018માં હાઈકોર્ટે આ કેસને ખોટો કેસ ગણાવીને ફગાવી દીધો હતો.