ETV Bharat / bharat

દંતેવાડા જિલ્લામાં 8 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું

author img

By

Published : Jan 18, 2021, 5:56 PM IST

લોન વરાતુ અભિયાન અંતર્ગત એક મહિલા સમેત 8 નક્સલવાદીઓએ SP અભિષેક પલ્લવની સામે આત્મસમર્પણ કર્યુ છે. તેમાથી 4 નક્સલવાદીઓ પર ઈનામ છે. તમામ નક્સલવાદીઓએ નક્સલવાદ છોડીને સારા માર્ગે ચાલવાનો સંકલ્પ કરીને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સામે આત્મસમર્પણ કર્યુ છે.

Dantewada
Dantewada
  • ચાર ઈનામી સહિત 8 આતંકવાદીઓએ કર્યુ આત્મસમર્પણ
  • નક્સલવાદીઓએ નક્સલવાદ છોડીને સારા માર્ગે ચાલવાનો કર્યો સંકલ્પ
  • SP અભિષેક પલ્લવની સામે આત્મસમર્પણ કર્યુ

દંતેવાડા: લોન વરાતુ અભિયાન અંતર્ગત એક મહિલા સમેત 8 નક્સલવાદીઓએ SP અભિષેક પલ્લવની સામે આત્મસમર્પણ કર્યુ છે. તેમાથી ચાર નક્સલવાદીઓ પર ઈનામ છે. તમામ નક્સલવાદીઓએ નક્સલવાદ છોડીને સારા માર્ગે ચાલવાનો સંકલ્પ કરીને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સામે આત્મસમર્પણ કર્યુ છે. દંતેવાડાના પોલીસ અધિકારીઓ અનુસાર જિલ્લામાં ચાલી રહેલા નક્સલવાદી નાબૂદી અભિયાન અંતર્ગત વિવિધ ગામોના લોકો ગ્રામીણ નક્સલવાદી સંગઠનમાં જોડાયા હતા, જેને પાછા લાવવા માટે મોટું અભિયાન ચલાવાયું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં 67 ઈનામી સમેત 248 નક્સલવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે.

હૂમલાઓ, આગચંપી, તોડફોડ અને બોમ્બ લગાવવા જેવી ઘટનાઓમાં પણ સામેલ હતા

સમર્પણ કરનાર નક્સલવાદીઓમાં ભૈરમગઢ એરિયા કમિટીના પ્લેટૂન નંબર 13નો સદસ્ય સુરેશ ઓયામિ, કટેકલ્યાણ એરિયા કમિટીમાં કાર્યરત મહિલા LOS સદસ્ય જોગા મંડાવી, ભૈરમગઢ એરિયા કમિટી મિરતુરના સદસ્ય પ્રદીપ, જીયાકોડતા પંચાયત મિલિશિયા પ્લેટૂન ડેપ્યુટી કમાંડર સુલે સામેલ છે. આ બધા નક્સલવાદી સંગઠનમાં રહીને જવાનો પર હૂમલાઓ, આગચંપી, તોડફોડ અને બોમ્બ લગાવવા જેવી ઘટનાઓમાં સામેલ રહ્યા છે.

સમર્પિત નક્સલવાદીઓને 10-10 હજારનું પ્રોત્સાહન ઇનામ પણ અપાયું

સમર્પિત નક્સલવાદીઓને છતીસગઢ શાસન પુનર્વસન નીતિ અંતર્ગત 10-10 હજારનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. SP ડો. અભિષેક પલ્લવે જણાવ્યું હતું કે સમર્પિત નક્સલવાદીઓમાંથી સુરેશ આયામિ, જોગા માંડવી, પ્રદીપ કોવાસી અને સુલે કવાસી પર છતીસગઢ સરકારે એક એક લાખનું ઇનામ જાહેર કર્યું હતું. આ લોકો 2015થી 2019 વચ્ચે ઘટીત ઘણી મોટી ઘટનાઓમાં પણ સામેલ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.