પંજાબ,હોશિયારપુર: રાજ્યભરમાં ચોર અને લૂંટારાઓનું મનોબળ એટલું વધી ગયું છે કે,દરરોજ નવા નવા ચોરી કરવાના પૈતરા ચોર અજમાવતા હોય છે. તેઓ પોલીસ પ્રશાસનની કાર્યવાહીથી બિલકુલ ડરતા નથી. જેના કારણે તેઓ મોટા પાયે કામગીરી કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો હોશિયારપુરના ચોટાલા ગામમાંથી સામે આવ્યો છે.તમને જણાવી દઈએ કે હોશિયારપુર જિલ્લાના ચોટાલા ગામમાં પંજાબ નેશનલ બેંકનું એટીએમ(ATM Punjab National Bank) ગેસ કટરથી કાપીને(ATM cutting gas cutter) 8 લાખ 70 હજાર રૂપિયાની લૂંટ કરી ફરાર(Robbery 8 lakh 70 thousand rupees) થઈ ગયા હતા. આ કેસ અંગે ગામના સરપંચે જણાવ્યું હતું કે, રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી.
ભયનો માહોલઃ ગામમાં ચોરીની ઘટના બનતા ગામના લોકોમાં ડરનો માહોલ છે.આ કેસ અંગે ગામના સરપંચે જણાવ્યું હતું કે, રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી.આ ઘટનાની જાણ થતા સરપંચે પોલીસને જાણ કરી હતી.બીજી તરફ ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ લૂંટારાની શોધખોળ હાથ ધરી છે. તેમજ ગામમાં ATM પાસે લગાવેલા સીસીટીવી કેમેરા પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે.