ETV Bharat / bharat

75 માં આઝાદી પર્વ પર ગૂગલે ડૂડલ દ્વારા ભારતની 3 હજાર વર્ષ જૂની નૃત્ય શૈલીઓની છબી દર્શાવી

ગૂગલે રવિવારે તેના સર્ચ એન્જિનના હોમપેજ પર દેશમાં વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને દર્શાવતું ડૂડલ શેર કર્યું છે. ડૂડલ આર્ટવર્ક આપણા નૃત્યના વિવિધ સ્વરૂપો દર્શાવે છે.આજે સમગ્ર ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવમાં આવી રહ્યો છે. ત્યારે ગૂગલે પણ ભારતના આઝાદી પર્વની અનોખી ઉજવણી કરતા એક સુંદર ડૂડલ શેર કર્યો છે.

ગૂગલનું  ડૂડલ
ગૂગલનું ડૂડલ
author img

By

Published : Aug 15, 2021, 12:13 PM IST

  • ગૂગલનું ડૂડલ ભારતના 75 માં આઝાદી પર્વ પર સમર્પિત
  • ગૂગલ દ્વારા ભારતના આઝાદી પર્વની અનોખી ઉજવણી
  • ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ

ન્યૂઝ ડેસ્ક: ભારતના 75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે, ગૂગલે રવિવારે તેના સર્ચ એન્જિનના હોમપેજ પર દેશમાં વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને દર્શાવતું ડૂડલ શેર કર્યું છે. ડૂડલ આર્ટવર્કમાં આપણા નૃત્યના વિવિધ સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે, જેમાં ભરતનાટ્યમની શાસ્ત્રીય પરંપરા (સૌથી જૂની ભારતીય નૃત્ય પ્રણાલી છે જે મૂળ દક્ષિણ તમિલનાડુમાં 3000 વર્ષ જૂની છે), બિહુ અને ભાંગડાથી લઇ ભારતીય મહાકાવ્યો જેવા નૃત્ય અને કથકલીની છબીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોલકાતા સ્થિત કલાકાર સાયન મુખર્જીએ ડિડલ બનાવ્યો

આ કલાકૃતિ કોલકાતા સ્થિત કલાકાર સાયન મુખર્જીએ બનાવી છે. મુખર્જીએ આ અંગે કહ્યું કે, "ભારત આટલી વૈવિધ્યસભર વસ્તી ધરાવતો વિશાળ દેશ છે, ત્યાં માત્ર એક જ વસ્તુ છે જે આપણને બધાને સાથે રાખે છે અને તે છે વિવિધતામાં એકતા... મેં તેને ડૂડલમાં દર્શાવાનો પ્રયાસ કર્યો છે."

આ પણ વાંચો : કર્ણાટકમાં સત્યાગ્રહ સમયની 'The Tale of Vidurashwatha" ગોળીબાર અને ધ્વજ ફરકાવવાની કહાની

ગયા વર્ષે મુંબઈ સ્થિત કલાકાર સચિન ઘનેકરે ડૂડલ બનાવ્યો હતો

ગયા વર્ષે, ભારતના સ્વતંત્રતા દિવસ માટે ગૂગલના ડૂડલમાં તુતારી, શહનાઈ, ઢોલ, વીણા, સારંગી અને વાંસળી સહિતના ઘણા પ્રખ્યાત ભારતીય લોક સાધનો દર્શાવવામાં આવ્યા હતા. તે વિવિધ ભારતીય કલા સ્વરૂપોના સારને પણ પ્રતિબિંબિત કરે છે. ગયા વર્ષે ડૂડલ મુંબઈ સ્થિત કલાકાર સચિન ઘનેકરે બનાવ્યું હતું. આ ડૂડલ દ્વારા ઘનેકરે તમામ નાગરિકોને ભારતના સમૃદ્ધ વારસાના વિચારથી વાકેફ કરવા માંગતા હતા.

આ પણ વાંચો : CM રૂપાણીએ જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી 'લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ'નું સૂત્ર આપ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.