ETV Bharat / bharat

આઝાદીના 75 વર્ષ: 'કુમાઉ કેસરી' જેમણે પહાડી લોકોને કુલી-બેગર પ્રથામાંથી અપાવી મુક્તિ - બદ્રી દત્ત પાંડે

બદ્રી દત્ત પાંડે (Badri Datt Pandey) ઉત્તરાખંડે (Uttarakhand) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ (Freedom Struggle)માં આપેલા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક છે. તેમણે પહાડીઓમાં કુલી-બેગર પ્રણાલીને નાબૂદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના દ્વારા અંગ્રેજો દ્વારા સ્થાનિક લોકોનું શોષણ થતું હતું. મહાત્મા ગાંધી (Mahatma Gandhi)એ તેમના આંદોલનને 'લોહી વિનાની ક્રાંતિ' ગણાવ્યું હતું.

આઝાદીના 75 વર્ષ: 'કુમાઉ કેસરી' જેમણે પહાડી લોકોને કુલી-બેગર પ્રથામાંથી અપાવી મુક્તિ

author img

By

Published : Oct 30, 2021, 6:35 AM IST

  • બદ્રી દત્ત પાંડેની ગાંધીજીએ પણ કરી હતી પ્રશંસા
  • બદ્રી દત્ત પાંડેેને 'કુમાઉ કેસરી' તરીકે ઓળખવામાં આવે છે
  • દમનકારી કુલી બેગર પ્રથા ખતમ કરી

અલમોરા: બદ્રી દત્ત પાંડે (Badri Datt Pandey) નો જન્મ 15 ફેબ્રુઆરી, 1882ના રોજ કંખલ, હરિદ્વારમાં થયો હતો. ઉત્તરાખંડ (Uttarakhand)માં કુલી-બેગર ચળવળના તેમના નોંધપાત્ર વિરોધ માટે ખુદ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)એ તેમની પ્રશંસા કરી હતી.

આઝાદીના 75 વર્ષ: 'કુમાઉ કેસરી' જેમણે પહાડી લોકોને કુલી-બેગર પ્રથામાંથી અપાવી મુક્તિ

કાકાના અવસાન બાદ અભ્યાસ છોડવો પડ્યો

બદ્રી દત્ત પાંડેનો પરિવાર મૂળ પાટિયા, અલમોરાનો હતો. તેમના માતા-પિતાના મૃત્યુ પછી બદ્રી દત્ત અલમોરા આવ્યા હતા. શાળાના અભ્યાસ બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અલ્હાબાદ ગયા. જો કે આર્થિક રીતે ટેકો કરનારા તેમના કાકાનું અકાળે અવસાન થતાં બદ્રી દત્તે અભ્યાસ છોડવો પડ્યો હતો.

પત્રકારત્વને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું

શાળાના શિક્ષણ સાથે તેમને સરકારી નોકરી મળી અને તેમણે બ્રિટિશ લોકોના હાથે ભારતીય લોકો સાથે થઈ રહેલો ભેદભાવ જોયો. હતાશ થઈને તેમણે નોકરી છોડીને સ્વતંત્રતા ચળવળમાં ઝંપલાવાનું નક્કી કર્યું. તેમણે પત્રકારત્વને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું.

સમાચારપત્રનું સર્ક્યુલેશન 60થી વધીને 1,500 થયું

શરૂઆતમાં તેમણે 'લીડર પ્રેસ' સાથે કામ કર્યું અને બાદમાં તેઓ દેહરાદૂનથી પ્રકાશિત થતાં 'કોસ્મોપોલિટન' સાથે જોડાયા. 1913માં બદ્રી દત્ત પાંડે અલ્મોરા ન્યુઝપેપરના સબ-એડિટર બન્યા. તેમની પત્રકારત્વની કુશળતાથી સમાચારપત્રને ઘણો ફાયદો થયો. બદ્રી દત્ત પાંડેના લેખોથી અખબારની લોકપ્રિયતા વધવા લાગી. તેમના જોડાયાના 3 મહિનામાં જ સમાચારપત્રનું સર્ક્યુલેશન 60થી વધીને 1,500 થઈ ગયું.

ડેપ્યુટી કમિશ્નરે કુલી પર ચલાવી ગોળી

બ્રિટિશ અધિકારીઓ પરના તેમના વ્યંગાત્મક લેખોએ તે દિવસોમાં ભારે જ હલચલ મચાવી હતી. એક દિવસ ડેપ્યુટી કમિશ્નરે પોતાના દારૂ માટે સોડા મોડો લાવવાના કારણે એક કુલી પર ગોળીબાર કર્યો. આ કારણે કુલીને ઈજાઓ થઈ હતી, જેના પર પાંડેએ એક લેખ લખ્યો. અધિકારીએ સ્પષ્ટતા કરી કે, કુલી ક્રોસફાયરની ઝપટમાં આવી ગયો કારણ કે તેઓ મરઘીઓ પર ગોળીબાર કરી રહ્યા હતા. પરંતુ તે શિકારની સીઝન હતી અને પાંડેએ બીજો લેખ પ્રકાશિત કર્યો કે, કાયદાના રક્ષક ઑફ-સિઝનમાં શિકાર પરના કાયદાનો ભંગ કેવી રીતે કરી શકે છે.

એક જ ગોળીના 3 પીડિતો - કુલી, મરઘી અને સમાચારપત્ર

આ પ્રશ્નની સામે ઊભા રહેવામાં અસમર્થ બ્રિટિશ વહીવટીતંત્રે અખબાર બંધ કરી દીધું. તો પાંડેએ બીજા અખબારમાં લખ્યું, 'એક જ ગોળીના 3 પીડિતો - કુલી, મરઘી અને સમાચારપત્ર.'

ભ્રષ્ટ અધિકારીઓને આડેહાથ લીધા

1918માં વિજય દશમીના દિવસે બદ્રી દત્ત પાંડેએ એક નવું સમાચારપત્ર 'શક્તિ' શરૂ કર્યું. તેઓ 1913થી 1926 સુધી શક્તિના સંપાદક હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે અંગ્રેજોની ટીકા કરતા ઘણા તીક્ષ્ણ લેખો લખ્યા. આનાથી શક્તિની લોકપ્રિયતા વધી. તેમણે ભ્રષ્ટ અધિકારીઓને આડેહાથ લીધા હતા.

100 વર્ષથી પ્રકાશિત થાય છે ન્યુઝપેપર

1921માં પ્રકાશિત થયેલા એક લેખમાં તેમણે લખ્યું હતું કે, 'રાય બહાદુરના પાકમાં દર વર્ષે વધારો થાય છે, જ્યારે ખેડૂતોના ઘઉં અને ડાંગરના પાક પાણી વિના સુકાઈ જાય છે.' આ પ્રકારના લેખોએ અમલદારો ખંખોળ્યા. 1926માં બદ્રી દત્ત પાંડે કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા. જો કે તે પછી તેમણે ન્યુઝપેપર છોડી દીધું, જો કે તેમ છતાં આ ન્યુઝપેપર 100 વર્ષથી વધુ સમયથી અલ્મોરાથી પ્રકાશિત થાય છે.

મહેનતાણું ચૂકવ્યા વગર લોકોને કુલી બનાવાતા

તેમના ઘણા કાર્યોમાંથી બદ્રી દત્ત પાંડે પહાડીઓમાં કુખ્યાત કુલી-બેગર પ્રથાને નાબૂદ કરવામાં તેમની સફળતાને લઇને જાણીતા છે. ઉત્તરાખંડમાં વર્ષોથી લોકોનું શોષણ કરવાની પ્રથા હતી. આ હેઠળ અંગ્રેજ અધિકારીઓ મહેનતાણું ચૂકવ્યા વિના અહીંના લોકોને મફતમાં કુલી તરીકે કામ કરાવતા હતા.

કુમાઉમાં આંદોલન શરૂ કર્યું

બદ્રી દત્ત પાંડેએ કુમાઉમાં આ પ્રથા સામે આંદોલન શરૂ કર્યું. 1918માં કુમાઉ કાઉન્સિલના પ્રથમ સત્રમાં કુલી-બેગર સિસ્ટમ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 10 જાન્યુઆરી, 1921ના રોજ બદ્રી દત્ત પાંડે હરગોવિંદ પંત, ચિરંજીવી લાલ સહિત 50 આંદોલનકારીઓ સાથે આ દુષ્ટ પ્રથા સામે સમર્થન મેળવવા માટે બાગેશ્વરના મેળામાં ગયા હતા.

50 હજાર લોકો એકઠા થયા

બાગેશ્વર પહોંચ્યા પછી 'કૂલી-બેગર બંધ કરો'ના નારા સાથેનું એક બેનર બનાવવામાં આવ્યું હતું અને તે મેળામાં રોકાયેલા લોકોના તંબુઓમાં ફેરવવામાં આવ્યું હતું અને આ જનઆંદોલનમાં ફેરવાયું હતું. 12 જાન્યુઆરી, 1921ની રાત્રે આ આંદોલનના સમર્થનમાં 50 હજાર લોકો એકઠા થયા હતા. તે સમયે ડેપ્યુટી કમિશ્નર ત્યાં હતા. તેની સાથે 50 પોલીસકર્મીઓ હતા અને તેઓ ભીડ પર ગોળીબાર કરવા માંગતા હતા. જો કે આટલા મોટા ટોળાની સામે તેમણે તેવું કર્યું નહીં.

સરયુ નદીમાં કુલી-બેગર સાથે સંબંધિત રજિસ્ટર ફેંક્યા

બદ્રી દત્ત પાંડેને ડેપ્યુટી કમિશ્નર દ્વારા બોલાવવામાં આવ્યા હતા, જેણે તેમને ગંભીર પરિણામોની ધમકી આપી હતી. પરંતુ તેઓ ડગ્યા નહીં. કુલીઓની નોંધણી ગામના વડા દ્વારા જાળવવામાં આવતા રજિસ્ટરમાં કરવામાં આવતી હતી. કુલી-બેગર પ્રણાલીને ન માનવાના શપથ લેતા હજારોની ભીડે સરયુ નદીમાં કુલી-બેગર સાથે સંબંધિત રજિસ્ટર ફેંકી દીધા હતા.

ચીન યુદ્ધ સમયે સંરક્ષણ ભંડોળમાં 2 સુવર્ણ ચંદ્રક આપ્યા

લોકોએ બદ્રી દત્ત પાંડેને 2 સુવર્ણ ચંદ્રકોથી સન્માનિત કર્યા અને તેમણે તે 1962ના ચીન યુદ્ધમાં સંરક્ષણ ભંડોળ માટે આપ્યા. કુલી-બેગર પ્રથાને ખતમ કરવા બદલ તેમને 'કુમાઉ કેસરી'નું બિરુદ આપવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીએ તેને 'લોહી વિનાની ક્રાંતિ' ગણાવી હતી. તેમણે તેમના 'યંગ ઈન્ડિયા'માં પણ આ ક્રાંતિ વિશે લખ્યું હતું.

નાયક પ્રથા'નો અંત લાવ્યો

આ સિવાય બદ્રી દત્ત પાંડેએ 1938-1945ની વચ્ચે ઝુંબેશ ચલાવીને 'નાયક પ્રથા'નો અંત લાવ્યો હતો. નાયક પ્રથા હેઠળ નાયક જાતિના લોકોને જમીન પર કોઈ અધિકાર નહોતો. તેઓ પોતાની મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલીને જીવન નિર્વાહ કરતા હતા. બદ્રી દત્ત પાંડેએ આ દુષ્ટ પ્રથાનો પણ અંત આણ્યો હતો.

ગાંધીજીનું 'મુખપત્ર' બન્યા

1929માં ગાંધીજી અલમોરા આવ્યા ત્યારે સભા દરમિયાન તેઓ ગાંધીજીનું 'મુખપત્ર' બન્યા. સભાને સંબોધતા ગાંધીજીએ લોકોને શાંતિથી સાંભળવા અપીલ કરતા કહ્યું કે, તેઓ થાકેલા છે અને મોટેથી બોલી શકતા નથી. બદ્રી દત્ત પાંડેએ ગાંધીજીને કહ્યું કે તેઓ, તેમના સંદેશને ધીમા અવાજમાં બોલે અને તેઓ ભીડને મોટેથી વિસ્તૃત રીતે કહેશે. ત્યારબાદ બદ્રી દત્ત પાંડેએ સભામાં ગાંધીજીએ જે કહ્યું હતું તે મોટેથી લોકોને કહ્યું.

4 વખત જેલમાં ગયા

બદ્રી દત્ત પાંડેએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમણે તેની કિંમત ચૂકવવી પડી કારણ કે તેઓ તેમના આ કાર્યો માટે 4 વખત જેલમાં ગયા હતા. તેઓ ડિસેમ્બર 1921થી નવેમ્બર 1922, જૂન 1929થી માર્ચ 1931, જાન્યુઆરી 1932થી ઓગષ્ટ 1932 અને જાન્યુઆરી 1942થી 9 ઓગસ્ટ, 1943 સુધી જેલમાં હતા.

13 ફેબ્રુઆરી, 1965ના રોજ અવસાન થયું

1932માં તેઓ જેલમાં હતા ત્યારે તેમના પુત્ર તારક નાથ અને પુત્રી જયંતિનું અવસાન થયું હતું. આ સમય દરમિયાન તેમણે જેલમાં કુમાઉનો ઈતિહાસ લખ્યો, જે આજે પણ ઉત્તરાખંડનું સૌથી વધુ સંદર્ભિત પુસ્તક માનવામાં આવે છે. આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીનું 13 ફેબ્રુઆરી, 1965ના રોજ અવસાન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.