ETV Bharat / bharat

આસામમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ ઠાર

author img

By

Published : May 23, 2021, 2:27 PM IST

રવિવારે આસામ-નાગાલેન્ડ સરહદ નજીક પશ્ચિમ કારબી એંગ્લોંગ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં છ ડીએનએલએ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી એકે 47 રાયફલ અને દારૂગોળો મળી આવ્યો છે.

આસામમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ ઠાર
આસામમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ ઠાર
  • મીચિબાઈલંગ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
  • પ્રતિબંધિત સંગઠનના 6 સભ્યો માર્યા ગયા
  • માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી દારૂગોળો મળી આવ્યો

દિફુ: આસામ-નાગાલેન્ડ સરહદ નજીક પશ્ચિમ કરબી એંગલોંગ જિલ્લામાં રવિવારે દિમાસા નેશનલ લિબરેશન આર્મી (DNLA)ના છ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો: જમ્મુ-કશ્મીર: સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લામાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા

ગુપ્તચરના અહેવાલના આધારે જિલ્લામાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ અને આસામ રાઇફલ્સના જવાનોની એક ટીમે પશ્ચિમ કરબી એંગલોંગના વધારાના પોલીસ અધિક્ષક પ્રકાશ સોનોવાલની આગેવાની હેઠળ એક ગુપ્તચર અહેવાલના આધારે જિલ્લામાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓ અને આસામ રાઇફલ્સની ટીમે કારબી એંગલોંગના વધારાના પોલીસ અધિક્ષક પ્રકાશ સોનોવાલની આગેવાની હેઠળના જવાનોએ ગુપ્તચર અહેવાલના આધારે જિલ્લામાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: આર્ટિકલ 370 રદ કર્યા બાદ 178 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા

આતંકવાદીઓ પાસેથી ચાર એકે-47 રાઇફલ્સ મળી

અધિકારીએ જણાવ્યું હતું કે આ સમય દરમિયાન, મીચિબાઈલંગ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત સંગઠનના 6 સભ્યો માર્યા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ચાર એકે-47 રાઇફલ્સ અને દારૂગોળો મળી આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.