- ત્રણથી ચાર લોકો ફસાયા હોવાની આશંકા જાહેર કરવામાં આવી છે
- એક આવાસીય બિલ્ડિંગનો સ્લેબ પડવાથી 7 લોકોના મોત થયા છે
- આ ઘટના રાત્રે 9:30 વાગ્યાની આસપાસની છે
મુંબઇઃ થાણે જિલ્લામાં એક મોટી ઘટના ઘટી ગઇ છે. ઉલ્હાસનગર વિસ્તારમાં એક આવાસીય બિલ્ડિંગનો સ્લેબ પડવાથી 7 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણથી ચાર લોકો ફસાયા હોવાની આશંકા જાહેર કરવામાં આવી છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને નિવેદન આપતા જણાવ્યું હતું કે,હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
આ પણ વાંચોઃ બિહારમાં સ્કૂલની દિવાલ પડતા 6 મજૂરના મોત, 3 ઈજાગ્રસ્ત
મોટો સ્લેબ પાંચમાં માળથી ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો
શરૂઆતની જાણકારી મુજબ,એક મોટો સ્લેબ પાંચમાં માળથી ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. બિલ્ડિંગનું નામ સાઇ સિદ્ધી છે જે ઉલ્હાસ નગરના નહેરૂ ચોક પર સ્થિત છે. આ ઘટના રાત્રે 9:30 વાગ્યાની આસપાસની બતાવવામાં આવી રહી છે. આ બિલ્ડિંગ પાંચ ફ્લોરની હતી.
બિલ્ડિંગ 26 વર્ષ જૂની છે
જાણકારી મુજબ, શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પાંચમા માળેથી સ્લેબ નીચે પડ્યો અને ચોથા, ત્રીજા, બીજા અને પહેલા માળની છતને તોડતો નીચે આવ્યો હતો. આ ઘટના બની ત્યારે પાંચમા અને પહેલા માળે લોકો હાજર હતા. બાકીના માળ ખાલી હતા. બિલ્ડિંગ 26 વર્ષ જૂની છે.
આ પણ વાંચોઃ મહેસાણામાં મકાનની છત પડતા 19 વર્ષીય યુવકનું મોત
અત્યારસુધી શોધખોળ કરતા 7 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે
આ બિલ્ડિંગમાં 29 પરિવાર રહેતા હતા. અત્યારસુધી શોધખોળ કરતા 7 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાકની ફસાયા હોવાની આશંકા પણ છે. હાલ બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી ફાયર બ્રિગેડ ટીમની સાથે ઘટનાસ્થળ પર છે. આ લોકો કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રોકાયેલા છે.