- લોક જનશક્તિ પાર્ટીના 5 લોકસભા સાંસદ બન્યા બળવાખોર
- ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસના નેતૃત્વમાં સાંસદોનો બળવો
- બળવાખોર સાંસદો ચિરાગ પાસવાન સામે ઉભી કરી શકે છે મુશ્કેલી
નવી દિલ્હીઃ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, લોક જનશક્તિ પાર્ટીના 6માંથી 5 લોકસભા સાંસદ બળવાખોર થઈ ગયા છે. ચિરાગ પાસવાન હવે એકલા પડી ગયા છે. LJP અધ્યક્ષ ચિરાગ પાસવાનના કાકા અને સાંસદ પશુપતિ પારસના નેતૃત્વમાં સાંસદોએ બળવો કર્યો છે.
આ પણ વાંચો- રાજકીય પક્ષોએ સવાલો ઉઠાવ્યા તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપ્યો આ જવાબ
બળવાખોર સાંસદો ચિરાગને LJP પાર્ટીમાંથી બહાર કાઢવાની ફિરાકમાં
પશુપતિ પારસ આજે દિલ્હીમાં બળવાખોર સાંસદો સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ કરશે. જાણવા મળ્યું છે કે, બળવાખોર સાંસદોએ ચિરાગની જગ્યાએ પશુપતિ પારસને સંસદીય દળના નેતા તરીકે પસંદગ કર્યા છે. હવે 2 વસ્તુ થવાની સંભાવના છે. કા તો તમામ બળવાખોર સાંસદ જેડીયુમાં સામેલ થઈ શકે છે કાંતો પછી તમામ બળવાખોર સાંસદ પશુપતિ પારસના નેતૃત્વમાં LJPમાં જ રહેશે અને LJP પર કબજાની લડાઈ લડશે અને ચિરાગને પાર્ટીમાંથી બહાર કરશે.
આ પણ વાંચો- ARVIND KEJRIWAL VISIT GUJARAT TODAY: "મિશન 2022"ની કરશે શરૂઆત
કેન્દ્રિય મંત્રી ચિરાગને જગ્યા મળવાની સંભાવના જણાઈ રહી હતી
કેન્દ્રિય મંત્રીમંડળમાં ચિરાગને જગ્યા મળવાની સંભાવના જણાઈ રહી હતી. આ પહેલા તેમને એક ઝટકો લાગ્યો છે. જાણવા મળ્યું છે કે, પશુપતિ પારસ પાર્ટીમાં પોતાની અવગણનાથી નારાજ છે. પશુપતિ પારસ બિહાર LJPના અધ્યક્ષ હતા અને બિહાર સરકારમાં પ્રધાન પણ હતા, પરંતુ તેમને 2019માં સાંસદની ચૂંટણી લડાવવામાં આવી હતી. ત્યારબાદ બિહાર LJP અધ્યક્ષનું પદ તેમનાથી છીનવી લેવાયું હતું. ચિરાગના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા.
બળવાખોર સાંસદે લોકસભા સ્પીકર પાસે મળવા સમય માગ્યો
આ અંગે મળતી માહિતી અનુસાર, પાંચ સાંસદ LJP પ્રમુખ ચિરાગ પાસવાનથી નારાજ છે. એ જ કારણ છે કે, તમામે ચિરાગથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના જે 5 સાંસદોમાં ચિરાગથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમાં પશુપતિ પારસ, પ્રિન્સ, મહેબૂબ અલી કૈસર, વીણા દેવી અને ચંદન સિંહ સામેલ છે. જો આવું થશે તો પાર્ટીમાં ચિરાગ એકલો રહી જશે. સૂત્રોના જણાવ્યાનુસાર, પશુપતિ પારસે લોકસભા સ્પીકર પાસે મળવાનો સમય માગ્યો છે. LJPના પાંચ સાંસદ જેડીયુમાં સામેલ થઈ શકે છે. LJPને તોડવામાં જેડીયુના એક કદાવર નેતાનું નામ સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં LJPએ જેડીયુને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. LJPના કારણે જેડીયુ લગભગ 25 બેઠક હારી ગયું હતું. વિધાનસભા ચૂંટણીમાં LJPએ જેડીયુ સામે દરેક બેઠક પર ઉમેદવાર ઉભો કર્યો હતો.