ETV Bharat / bharat

MP News : બુરહાનપુરમાં એક જ પરિવારના 5 લોકોના શંકાસ્પદ મોત

બુરહાનપુરના નેપાનગરમાં એક ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. માહિતી મળતા પોલીસ પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી છે. સંભવ છે કે પરિવારના વડા મનોજે પહેલા તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મનોજ પોતાની બીમારીને લઈને તણાવમાં હતો. જેના કારણે તેણે આવું ભયજનક પગલું ભર્યું હશે.

MP News : બુરહાનપુરમાં એક જ પરિવારના 5 લોકોના શંકાસ્પદ મોત
MP News : બુરહાનપુરમાં એક જ પરિવારના 5 લોકોના શંકાસ્પદ મોત
author img

By

Published : Mar 12, 2023, 4:34 PM IST

મધ્યપ્રદેશ : નેપાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે. જેણે દિલ્હીના બુરારી કેસની યાદો તાજી કરી છે. દાવલીખુર્દ ગામમાં રવિવારે સવારે ઘરમાંથી એક જ પરિવારના 5 લોકોની મૃતદેહ મળી આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના અંગે રહીશોએ નેપાનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને દરેક પાસાઓની ઝીણવટભરી તપાસ કરી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

પરિવારના વડાની હત્યા કરીને આત્મહત્યાની આશંકા : બુરહાનપુર જિલ્લાના નેપાનગર વિસ્તારના દાવલીખુર્દ ગામમાં એક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કરી હતી. મૃતકોમાં ત્રણ બાળકો અને પતિ-પત્નીનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક મનોજ ઘણા દિવસોથી પોતાની બીમારીને લઈને ચિંતિત હતો. સારવાર કરાવીને તે બે દિવસ પહેલા આવ્યો હતો. પોલીસને શંકા છે કે, મૃતક મનોજે પહેલા તેની પત્ની અને બાદમાં ત્રણ નાના બાળકોનું ગળું દબાવ્યું હતું. જે બાદ આખરે તેણે આત્મહત્યા કરી લીધી હતી. જો કે આત્મહત્યા કરવાનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી, પરંતુ મૃતકે કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું છે.

આ પણ વાંચો : Japanese Girl Tweeted: બળજબરી છતાં યુવતીએ કહ્યું કે, આવી ઘટના છતાં ભારતને કોઈ નફરત નહીં કરી શકે

મનોજ પોતાની બીમારીને લઈને તણાવમાં હતો : બુરહાનપુરના નેપાનગરમાં એક ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. માહિતી મળતા પોલીસ પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી છે. સંભવ છે કે પરિવારના વડા મનોજે પહેલા તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મનોજ પોતાની બીમારીને લઈને તણાવમાં હતો. જેના કારણે તેણે આવું ભયજનક પગલું ભર્યું હશે.

આ પણ વાંચો : Kanpur Dehat: ઝૂંપડામાં આગ લાગવાથી એક જ પરિવારના 5 લોકો દાઝી ગયા

સ્યુસાઈડ નોટ મળી નથી : મૃતકનો ભાઈ સવારે ઘરે દૂધ પહોંચાડવા ગયો ત્યારે ઘટનાની જાણ થઈ હતી. ઘરમાં પ્રવેશતા જ ઘરમાં મૃતદેહોના ઢગલા જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેની બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પછી ઘટનાની માહિતી નેપાનગર પોલીસને આપવામાં આવી હતી. મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેના કારણે મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું નથી. પોલીસ પરિવારના સભ્યો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.