નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi Corona Threat)માં કોરોના વાયરસના કેસોમાં તીવ્ર વધારા વચ્ચે, સુપ્રીમ કોર્ટ(Corona in Supreme Court)ના 4 ન્યાયાધીશો અને લગભગ પાંચ ટકા સ્ટાફ કોવિડ -19 થી સંક્રમિત થયા છે. સર્વોચ્ચ અદાલતના એક અધિકારીએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના 32 ન્યાયાધીશોમાંથી, ઓછામાં ઓછા 4 ન્યાયાધીશો (SC judge tested positive) અને લગભગ 3000 કર્મચારીઓમાંથી 150 હાલમાં વાયરસથી સંક્રમિત છે.
દિલ્હીમાં 7 લોકોના મોત
શનિવારે દિલ્હીમાં કોવિડ-19 સંક્રમણથી સાત લોકોના મોત (Death by corona in delhi) થયા હતા અને 20181 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, ચેપ દર વધીને 19.60 ટકા થઈ ગયો હતો. દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, એક દિવસમાં 1,59,632 નવા કેસ નોંધાયા છે, જ્યારે 327 વધુ દર્દીઓના મોત થયા છે.2 જાન્યુઆરીએ, ટોચની અદાલતે ચેપના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 3 જાન્યુઆરીથી બે અઠવાડિયા સુધી તમામ સુનાવણી ડિજિટલ રીતે હાથ ધરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો:
ઓમિક્રોન સાથે લાંબા સમય સુધી કોવિડ ઓછું રહેવાનું કોઈ કારણ નથી: નિષ્ણાતો
Gujarat Corona Update: આજે રાજ્યમાં 6275 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં