ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 8 દિવસમાં 4.61 લોકોને કોરોના રસી આપવામાં આવી - કોરોના રસીના ડોઝ

સરકારના જણાવ્યા અનુસાર 21 જૂનથી કોવિડ-19 (Covid-19) રસીકરણ અભિયાનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે અને આઠ દિવસમાં આશરે 4.61 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દરરોજ સરેરાશ 57.68 લાખ ડોઝ આપવામાં આવે છે.

રસી
દેશમાં છેલ્લા 8 દિવસમાં 4.61 લોકોને રસી આપવામાં આવી
author img

By

Published : Jun 30, 2021, 10:31 AM IST

  • દેશમાં છેલ્લા 8 દિવસોમાં 4.16 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • દરરોજ 57.68 લોકોને રસી આપવામાં આવી
  • દેશમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો

દિલ્હી: કોવિડ -19(Covid-19) રસીકરણ અભિયાનમાં 21 જૂનથી નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે અને પાછલા 8 દિવસોમાં લગભગ 4.16 કરોડ લોકોને ડોઝ આપવામાં આવી છે જે જે ઇરાક (4.02 મિલિયન), કેનેડા (3.77 મિલિયન), સાઉદી અરેબિયા (3.48 મિલિયન) અને મલેશિયા (3.23 મિલિયન) ની વસ્તી કરતા વધારે છે. મંગળવારે સરકારે આ માહિતી આપી.

દરરોજ 57.68 લાખ લોકોને રસી આપવામાં આવી

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દરરોજ સરેરાશ 57.68 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા, જે ફિનલેન્ડ (55.41 લાખ), નોર્વે (54.21 લાખ) અને ન્યુઝીલેન્ડ (48.22 લાખ)ની વસ્તી કરતા વધારે છે. દેશમાં 21 જૂનથી અસરકારક કોવિડ -19 ની રસીકરણ માટેની નવી સુધારેલી માર્ગદર્શિકા મુજબ, કેન્દ્ર દેશમાં ઉત્પાદિત રસીનો 75 ટકા ડોઝ ખરીદશે.

આ પણ વાંચો : ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર તેમની કોલેજમાં 4000 કોરોના રસી મોકલશે

રસી માટે નવી માર્ગદર્શિકા

નવી માર્ગદર્શિકા મુજબ ઘરેલું રસી ઉત્પાદકોને રસી ખાનગી ઉત્પાદકો દ્વારા ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા અને નવી રસીઓને પ્રોત્સાહિત કરવા સીધી ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ તેમના માસિક ઉત્પાદનમાં 25 ટકા હશે. અગ્રવાલે કહ્યું કે 60 વર્ષ કે તેથી વધુ વયની લગભગ 49 ટકા વસ્તીને કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.

આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં રવિવારે 1497 લોકોએ કોરાના રસીનો ડોઝ લીધો

85 ટકા કેસમાં ઘટાડો

અગ્રવાલે કહ્યું કે 18 થી 44 વર્ષની વય જૂથના લગભગ 59.7 કરોડ લોકોને, 15 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કુલ 33.1 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, 21 થી 28 જૂન દરમિયાન દરરોજ સરેરાશ 57.68 લાખ લોકોને રસી આપવામાં આવી. 1 મેથી 24 જૂન દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં 56 ટકા ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 44 ટકા ડોઝ શહેરી વિસ્તારોમાં આપવામાં આવ્યો. સરકારે કહ્યું કે 45 વર્ષથી 59 વર્ષની વચ્ચેની વસ્તી આશરે 20.9 કરોડ છે, જેમાંથી 42 ટકા લોકોને કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 10 મેના રોજ કોવિડ -19 ના સૌથી વધુ કેસ નોંધાયા પછી, કોરોના વાયરસની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં 85 ટકાનો ઘટાડો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.