- કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટની ઘટના આવી સામે
- બોઈલર ફાટતા ઘટના સ્થળે જ 4 લોકોના મોત
- 12થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત
કુડલોર: તામિલનાડુના કુડલોર જિલ્લામાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં 13મેના રોજ ગુરુવારે સવારે બોઈલર ફાટ્યું હતું. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. તે જ સમયે આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ કુડલોર જિલ્લા વહીવટી તંત્રની બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો: વાંકાનેરના પીપરડી ગામ નજીક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 4ના મોત
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
કુડલોર જિલ્લામાં 13મેના રોજ એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું. આ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત થયા હતાં. તે જ સમયે આ ઘટનામાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં મેઈનટેનન્સની કામગીરી દરમિયાન બોઈલરનું માળખું ધરાશાયી, 13 શ્રમિકો ઈજાગ્રસ્ત