ETV Bharat / bharat

બંદૂકના નાળચે બે લૂંટારૂ ફાયનાન્સ કંપનીમાંથી 38 લાખની લૂંટ કરી ફરાર, બિહારના મુઝફ્ફરપુરની ઘટના - બિહાર ન્યૂઝ

બિહારમાં ગુનેગારોએ ફરી એકવાર મોટી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે, બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક માઇક્રો ફાઇનાન્સ કંપનીની ઓફિસમાંથી 38 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. હથિયારોથી સાથે આવેલા બે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. લૂંટની ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ છે.

બંદૂકના નાળચે બે લૂંટારૂ ફાયનાન્સ કંપનીમાંથી 38 લાખની લૂંટ કરી ફરાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 7:40 PM IST

મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુરમાં અપરાધીઓએ એક માઇક્રો ફાઇનાન્સ કંપનીને નિશાન બનાવી છે. બે ગુનેગારોએ મળીને કંપનીની ઓફિસમાંથી રૂ.38 લાખની લૂંટ ચલાવી છે. બનાવને અંજામ આપ્યા બાદ બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલો અહિયાપુર પોલીસ સ્ટેશનના સાહબાજપુરનો છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે બુધવારે બિહારના આરામાં એક્સિસ બેંકમાંથી 16 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી અને પોલીસને ચકમો આપીને ગુનેગારો નાસી છૂટ્યા હતા. મુઝફ્ફરપુરમાં ઘટેલી આ ઘટનામાં એવું કહેવાય છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે ઓફિસમાં લગભગ 6 કર્મચારી હાજર હતા. લૂંટ બાદ તેણે ફોન કરીને અહિયાપુર પોલીસને આ બાબતે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે કર્મચારીઓ પાસેથી પોલીસે માહિતી મેળવી હતી. તો બીજી તરફ આ વિસ્તારમાં લાગેલા સીસીટીવીના ફુટેજ તપાસવામાં આવી રહી છે.

આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી અને મામલો શંકાસ્પદ જણાય રહ્યો છે. આ લૂંટ મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ થઈ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટના સમયે ઓફિસમાં 6 કર્મચારીઓ હતા. તેની પૂછપરછ કરવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે બે ગુનેગારોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસને એ પણ શંકા છે કે, આટલી મોડી રાત્રે ઓફિસ કેમ ખુલ્લી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કેટલાંક યુવકોની અટકાયત પણ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. - અવધેશ સરોજ દીક્ષિત, સિટી એએસપી

મહિલા જૂથોને લોન આપે છે કંપની: જણાવાઈ રહ્યું છે કે, જે ઘરમાં ઓફિસ છે, તે ઓફિસ ઉપરના માળે શિફ્ટ કરવામાં આવી રહી હતી. લૂંટ થઈ તે દિવસે બે દિવસના કલેક્શનના પૈસા હતા. આ કંપની મહિલા જૂથોને જોડીને લોન આપવાનું કામ કરે છે. આ જ લોનના પૈસાનું કલેક્શન થયું હતું, તે રૂપિયા ઓફિસમાં પડ્યા હતા.

લૂંટ બાદ લૂંટારાઓ ફરાર: દરમિયાન બે ગુનેગારો આવી પહોંચ્યા હતા અને કર્મચારીઓને પકડી લીધા હતા. આ પછી તેઓ રોકડની શોધખોળ કરવા લાગ્યા. રોકડ નહીં મળે તો ગોળી મારવાની ધમકી આપી હતી. આ પછી ઓફિસમાં રાખેલા અંદાજે 38 લાખ રૂપિયાની લૂંટ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

  1. લાલુપ્રસાદ યાદવે અમિત શાહ પર નિશાન સાધ્યું, જમ્મુ કાશ્મીર અંગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો
  2. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહારમાં 2022 માં અપહરણ અને હત્યાના સૌથી વધુ કેસ નોંધાયા: NCRB

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.