- મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં વર્ધા નદીમાં મંગળવારે બોટ ડૂબવાથી 3 લોકોના મોત
- બોટ પર સવાર 2 લોકો તરીને સુરક્ષિત કિનારે પહોંચી ગયા હતા
- પોલીસના મતે, 2 લોકોને બચાવવામાં સફળ રહ્યા હતા
અમરાવતી/નાગપુરઃ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાની વર્ધા નદીમાં મંગળવારે બોટ ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો હજી પણ ગુમ છે. પોલીસના મતે, બોટ પર સવાર 2 લોકો તરીને સુરક્ષિત કિનારે પહોંચી ગયા હતા. જ્યારે 2 લોકોને બચાવવામાં સફળ રહ્યા હતા. અમરાવતીના જિલ્લાધિકારી પવનીત કૌર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બોટ ડૂબવાની ઘટનામાં ગાયબ થયેલા લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. જ્યારે 3 મૃતદેહ મળ્યા છે. જોકે, અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ જ છે.
આ પણ વાંચો- UPના સારણ જિલ્લામાં બોટ ડૂબવાની ઘટના, 12 મજૂરો લાપતા
ઘટના સવારે 10.30 વાગ્યે થઈ હતી
તો પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 10.30 વાગ્યે બેનોદા પોલીસ સ્ટેશન ક્ષેત્રના વરૂદમાં થઈ હતી. ગાદેગામમાં રહેતા કેટલાક પરિવારના સભ્ય અને નાવિક નજીકમાં ધોધ પાસે આવેલા મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પહેલી નજરમાં એવું લાગે છે કે, બોટ પર ક્ષમતાથી વધુ લોકો સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે, બોટ પર સવાર લોકો વરૂતના જૂંજમાં કોઈ સંબંધીના મરણોત્તર સંસ્કાર માટે ગયા હતા.
આ પણ વાંચો- સાહિબગંજમાં બોટ ડૂબી: 13ના મોત, હજુ એક લાપતા
2 લોકો તરીને કિનારે આવી ગયા હતા
અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારની સવારે તે તમામ લોકો બોટથી મંદિરે દર્શન માટે ગયા હતા, પરંતુ બોટ વચ્ચે જ નદીમાં ડૂબી ગઈ હતી. બોટ પર સવાર લોકોમાંથી 2 પુરુષ (ઉં. 27 અને 35) તરીને સુરક્ષિત બહાર આવવામાં સફળ રહ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ (Disaster Management Team)ના સભ્ય અત્યાર સુધી 3 મૃતદેહને નદીમાંથી નીકાળવામાં સફળ રહ્યા છે.