ETV Bharat / bharat

વધુ એક બીમારીએ માથું ઊંચક્યું, સ્ક્રબ ટાયફસને લઇને એલર્ટ, મથુરામાં 29 કેસો મળ્યા - જીવાતથી પેદા થતો રિકેટ્સિયોસિસ

'સ્ક્રબ ટાયફસ' તરીકે ઓળખાતા, જીવાતથી જન્મેલા રિકેટ્સિયોસિસના 29 કેસ મથુરા જિલ્લામાં પ્રથમવાર પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યા છે. રવિવારના લેબ રિપોર્ટમાં 2થી 45 વર્ષની વયના 29 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

રિકેટ્સિયોસિસના 29 કેસ મથુરામાં પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યા

author img

By

Published : Aug 31, 2021, 3:38 PM IST

  • મથુરામાં 'સ્ક્રબ ટાયફસ'ના 29 કેસ મળી આવ્યાં
  • આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું
  • મથુરામાં પ્રથમવાર 'સ્ક્રબ ટાયફસ'ની પુષ્ટિ
  • લાર્વા જીવાતના કરડવાથી લોકોમાં ફેલાય છે

મથુરા (ઉત્તર પ્રદેશ): 'સ્ક્રબ ટાયફસ' તરીકે ઓળખાતા જીવાતથી જન્મેલા રિકેટ્સિયોસિસના 29 કેસ મથુરામાં પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યા છે. મથુરામાં આની પ્રથમવાર પુષ્ટિ થઈ છે. લેબ રિપોર્ટમાં 2 થી 45 વર્ષની વયના 29 દર્દીઓના રવિવારે પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

શું લક્ષણો હોય છે?

સ્ક્રબ ટાઇફસ ચેપગ્રસ્ત ચિગર્સ (લાર્વા જીવાત)ના કરડવાથી લોકોમાં ફેલાય છે. સૌથી સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુ:ખાવો, શરીરમાં દુ:ખાવો અને ક્યારેક ફોલ્લીઓ પણ થાય છે. ગંભીર કિસ્સાઓમાં તેનાથી ન્યુમોનાઇટિસ, એન્સેફાલીટીસ, કન્ફ્યૂઝનથી કોમા સુધીના માનસિક ફેરફારો, હાર્ટફેલ થવું અને રુધિરાભિસરણ પતન પણ થઈ શકે છે.

29 દર્દીઓમાંથી કોઈપણ ગંભીર નથી

આરોગ્ય વિભાગના અધિક નિયામક એ.કે. સિંહે કહ્યું કે, "મથુરા જિલ્લામાં સ્ક્રબ ટાયફસના ઓછામાં ઓછા 29 કેસ નોંધાયા છે. દર્દીઓને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી છે અને દર્દીઓમાંથી કોઈ પણ ગંભીર નથી. અમે અન્ય જિલ્લાઓમાં તેના ફેલાવા અંગે ચેતવણી જાહેર કરી છે." પ્રારંભિક નિદાન મહત્વનું છે. દર્દીઓને એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે અને તેઓ એક સપ્તાહ લાંબી સારવાર બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. "

વધુ વાંચો: મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, જુઓ વીડિયો

વધુ વાંચો: સ્ક્રબ ટાયફસ અને તેનાથી બચવાના ઉપાયો શું છે ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.