ETV Bharat / bharat

IIT જોધપુરમાં 28 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

જોધપુર IITમાં 28 વિદ્યાર્થીઓ સહિત ફેકલ્ટીઝ કોરોના સંક્રમિત થયા. તમામની સારવાર કેમ્પસમાં જ શરૂ કરવામાં આવી.

student
IIT જોધપુરમાં 28 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
author img

By

Published : May 10, 2021, 2:22 PM IST

  • જોધપુર IITમાં 28 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં
  • તમામની સારવાર કેમ્પસમાં જ કરવામા આવી રહી છે
  • જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો

જોધપુર: શહેરમાં, કોરોના કેસ સતત વધી રહ્યો છે, રવિવારે જોધપુરમાં કોરોનાના 2238 કેસ નોંધાયા હતા, જ્યારે 34 લોકોના મોત નીપજ્યા હતા, નવા કેસોમાં, જોધપુર IITના 28 વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને કોરોના ચેપ લાગ્યો છે, જે IIT કેમ્પસમાં આઈસોલેટ છે.

IEDને કન્ટેન્ટ ઝોનમાં પણ ફેરવાયો

ડેપ્યુટી ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડો.પ્રિતમસિંહે માહિતી આપી હતી કે IED કેમ્પસમાં જ ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર ચાલી રહી છે, બધા સ્વસ્થ છે. જોધપુર 152 વિદ્યાર્થી અને IIT ફેકલ્ટીના લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે, આરોગ્ય વિભાગે IEDને કન્ટેન્ટ ઝોનમાં પણ ફેરવી દીધો છે જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રાજસ્થાનઃ જયપુર CBI ઓફિસના 2 કર્મચારીઓ કોરોના પોઝિટિવ, SP હોમ ક્વૉરન્ટીન

અનેક સરકારી કચેરીમાં કોરોના

રવિવારે જોધપુર મહાનગરપાલિકાના ફાયર વિભાગના અડધો ડઝન કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. IIT સિવાય, જોધપુરની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ સતત કોરોના પોઝિટિવ કેસો જોવા મળી રહ્યા છે ઉપરાંત જોધપુર જેલમાં કોરોનાએ પગપેસોરો કર્યો છે જોધપુર જેલમાં અત્યાર સુધીમાં 50 થી વધુ કોરોના કેસ નોંધાયા છે.જેમાં આસારામ પણ છે જેમની સારવાર જોધપુર એઇમ્સમાં ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.