ETV Bharat / bharat

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 26,727 કેસ નોંધાયા, 277ના મોત, 28,246 લોકો સાજા થયા

દેશમાં કોરોનાના કેસ (Corona Cases) ઘટવાનું નામ નથી લઈ રહ્યા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,727 કેસ (Corona Cases) નોંધાયા છે. જ્યારે 277 લોકોના મોત થયા છે. જ્યારે 28,246 લોકો સાજા થયા છે. જોકે, આ વખતે કોરોનાના કેસ (Corona Cases) 30,000ની નીચે નોંધાયા છે.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 26,727 કેસ નોંધાયા, 277ના મોત, 28,246 લોકો સાજા થયા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 26,727 કેસ નોંધાયા, 277ના મોત, 28,246 લોકો સાજા થયા
author img

By

Published : Oct 1, 2021, 11:33 AM IST

  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,727 કેસ (Corona Cases) નોંધાયા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 277 લોકોના મોત થયા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 28,246 લોકો સાજા થયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. આરોગ્ય મંત્રાલયના (Health Ministry) નવા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,727 કેસ નોંધાયા છે. જ્યારે 277 લોકોના મોત થયા છે. જ્યારે 28,246 લોકો સાજા થયા છે. જોકે, આ વખતે કોરોનાના કેસ 30,000ની નીચે નોંધાયા છે.

આ પણ વાંચો- રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 20 કેસ, 4.24 લાખથી વધુ લોકોને અપાઈ રસી

28 હજારથી વધુ લોકો થયા સાજા

આરોગ્ય મંત્રાલયના (Health Ministry) આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 28,246 લોકો સાજા થયા છે. ત્યારબાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,30,43,144 થઈ છે. જ્યારે હજી પણ એક્ટિવ કેસ 2,75,224 છે. આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કોરોનાના 3,37,66,707 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી અત્યાર સુધી કોરોનાથી 4,48,339 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો- મુંબઈમાં કોરોના બ્લાસ્ટ : 29 MBBS વિદ્યાર્થીઓ થયા સંક્રમિત, 27એ લીધા હતા રસીના બન્ને ડોઝ

ગઈકાલે કોરોનાની વેક્સિનના (Corona Vaccine) 64,40,451 ડોઝ આપવામાં આવ્યા

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ગઈકાલે (ગુરુવારે) કોરોના વાઈરસ વેક્સિનના (Corona Vaccine) 64,40,451 ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે જ દેશમાં વેક્સિનનો ડોઝનો આંકડો વધીને 89,02,08,007 થયો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહે નોંધાયેલા કુલ કેસમાંથી 60 ટકા કેસ માત્ર કેરળમાં જ છે. કેરળમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કેરળમાં 1 લાખથી વધુ કોરોનાના સક્રિય કેસ છે, જે દેશના કુલ સક્રિય કેસના 52 ટકા છે. હજી પણ દેશમાં દરરોજ 15-16 લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.