મુંબઈ દેશભરમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે મુંબઈમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. મુંબઈના મુલુંડમાં નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા રમતા 25 વર્ષના યુવકનું મોત(BOY DIED DURING GARBA IN MULUND ) થયું છે. આ યુવકનું નામ ઋષભ લહરી માંગે છે. ડોમ્બિવલીના પશ્ચિમમાં રહેતા ઋષભના મૃત્યુને કારણે શહેરમાં નવરાત્રિ પર્વ દરમિયાન શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ નોંધાઇ ETV ભારત સાથે વાત કરતા, મુલુંડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કોથમીરેએ જણાવ્યું હતું કે મુલુંડ પોલીસ સ્ટેશનમાં(Mulund Police Station) આકસ્મિક મૃત્યુ નોંધવામાં આવી છે. અહીં ગરબા રમતા એક યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. આ ઘટના શનિવારે રાત્રે બની હતી. આ ઘટનાને કારણે આજુ બાજુની સોસાયટીમાં શોક ફેરવાઇ ગયો છે.
ભાજપ દ્વારા પ્રેરણા રાસનું આયોજન મળતી માહિતી અનુસાર મુલુંડના કાલિદાસ થિયેટરમાં (Kalidas Theater of Mulund )ભાજપ દ્વારા પ્રેરણા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણા રાસમાં ગરબા રમતા 25 વર્ષીય ઋષભ લહારી માંગેનું મૃત્યુ થયું હતું. ઋષભે તેના પરિવાર સાથે આ પ્રેરણા રાસમાં ભાગ લીધો હતો. આ વખતે ગરબા રમતી વખતે ઋષભની છાતીમાં અચાનક દુ:ખાવો થવા લાગ્યો હતો. તેને એસિડિટી હોવાની જાણ થતાં પરિવારે તેને ઠંડું પીણું પીવડાવ્યું હતું.
મુલુંડની અદિતિ હોસ્પિટલમાં લઈ ગયા પીડા ઓછી ન થતાં પરિવારજનો અન્ય લોકોની મદદથી તેને તાત્કાલિક મુલુંડની અદિતિ હોસ્પિટલમાં(Aditi Hospital Mulund) લઈ ગયા હતા. પરંતુ સારવાર પહેલા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. રિષભ બોરીવલીમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. ઋષભ ઘરમાં એકમાત્ર કમાણી કરનાર હતો. ઋષભના મૃત્યુને કારણે તેના પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે.