- કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજનની અછત થતા 24 દર્દીના મોત
- બેલ્લારીથી આવવા ઓક્સિજનના સિલિન્ડર હોસ્પિટલ મોડા પહોંચ્યા
- અડધી રાત્રે મૈસુરથી ચામરાજનગર માટે 250 ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા હતા
બેંગલુરુઃ દેશભરમાં ઓક્સિજનની અછતના કારણે અનેક કોરોનાના દર્દીઓના મોત થઈ રહ્યા છે. ત્યારે હવે કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનની અછતના કારણે 24 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ઓક્સિજન આવવામાં મોડું થતા આ દર્દીઓના મોત થયા હતા.
આ પણ વાંચોઃ દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સંકટ, અનેક દર્દીઓની હાલત નાજુક
ઓક્સિજન મોડો પહોંચતા દર્દીઓએ જીવ ગુમાવ્યો
બેંગલુરુઃ દેશમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના દર્દીઓના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે હવે કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજન મોડો પહોંચતા 24 દર્દીના મોત થયા છે. રવિવારે અડધી રાત્રે મૈસુરથી ચામરાજનગર માટે 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઓક્સિજન મોડો પહોંચતા દર્દીઓના મોત થયા છે.
આ પણ વાંચોઃ દર્દી પાસે રહેઠાણ પ્રમાણપત્ર ન હોય તો પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ
મોટા ભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા
મૃત્યુ પામનારા દર્દીઓમાં મોટા ભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા. ઓક્સિજન પૂરવઠો પૂર્ણ થતા તેઓ ઓક્સિજન માટે તડપી રહ્યા હતા અને છેવટે તેમનું મોત થયું હતું.