નવી દિલ્હી: યુક્રેનના પડોશી દેશોમાંથી 629 ભારતીયોને લઈને ત્રણ ભારતીય વાયુસેના (IAF) વિમાન આજે (શનિવાર) સવારે દિલ્હીના હિંડોન એરફોર્સ બેઝ પર પહોંચ્યા (Three Indian Air Force planes arrived in Delhi) હતા. ઉલ્લેખનીય છે કે, રશિયન સેનાના હુમલાને જોતા 24 ફેબ્રુઆરીએ યુક્રેનનું એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ બાદ, યુક્રેનના પડોશી દેશો રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડથી ફસાયેલા ભારતીય નાગરિકોને વિશેષ ફ્લાઇટ્સ દ્વારા પરત લાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : WAR 10th Day : રશિયા યુક્રેન ઘર્ષણ દસમાં દિવસે પણ યથાવત, તુર્કીએ મધ્યસ્થી કરવાનો કર્યો પ્રયાસ
2,056 ભારતીયો પહોંચ્યા વતન
ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું કે, 'યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન 'ઓપરેશન ગંગા' અંતર્ગત અત્યાર સુધીમાં વાયુસેનાની 10 વિશેષ ફ્લાઇટ્સ દ્વારા 2,056 ભારતીયોને વતન લાવવામાં આવ્યા છે. આ સિવાય યુક્રેનના પડોશી દેશોને પણ 26 ટન રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે.
આ પણ વાંચો : Ukraine Russia invasion : NATO યુક્રેનમાં 'નો ફ્લાય-ઝોન' લાગુ નહીં કરે, જાણો કારણ
રાહત સામગ્રી પહોંચાડાઇ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ IAF C-17 કાર્ગો પ્લેન ભારતીયોને પરત લાવવા શુક્રવારે હિંડન એરફોર્સ બેઝથી રવાના થયા હતા, જે શનિવારે સવારે 629 ભારતીય નાગરિકોને લઈને પરત ફર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'આ વાયુસેનાના વિમાન આ ભારતીયો સાથે રોમાનિયા, સ્લોવાકિયા અને પોલેન્ડથી પરત ફર્યા છે. આ વિમાનો દ્વારા ભારતમાંથી આ દેશોમાં 16.5 ટન રાહત સામગ્રી પણ પહોંચાડવામાં આવી હતી.